Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 339
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૦ યોગ્યતા જાણી એવો આદેશ આપ્યો કે,'જો તારાથી તપશ્ચર્યા થઈ શક્તી નથી તો તારે સમતા અંગીકાર કરવી એથી તને ઘણો લાભ થશે. તે દીક્ષા સારી રીતે પાળવા લાગ્યો, પણ દરરોજ સવારમાં ઊઠી એક ગડુઆ (એક જાતનું વાસણ) ભરીને કુર (ભાત) લાવીને જ્યારે વાપરે ત્યાં જ તેને હોશકોશ આવે. આમ દરરોજ કરવાથી તેમનું નામ કુરગડું પડી ગયું. જે આચાર્યશ્રી પાસે કરગડએ દીક્ષા લીધી હતી તેમના ગચ્છમાં બીજા ચાર સાધુઓ મહાતપસ્વી હતા. એક સાધુ એક માસના લાગેટ ઉપવાસ કરતા. બીજાં સાધુ બે માસનાં લાગટ ઉપવાસ કરતાં, ત્રીજા સાધુ ત્રણ માસના ઉપવાસે પારણું કરતા અને ચોથા સાધુ ચાર માસના લાગેટ ઉપવાસ કરી શક્તા. આ ચારે સાધુ મહારાજ આ કુરગડુ મુનિને નિત્ય ખાઉં એમ કહી તેની દરરોજ નિંદા કરતા હતા. પણ કુરગડુ મુનિ સમતા રાખી સાંખી લેતા હતા. તેમના ઉપર તલ માત્ર ષ કરતા ન હતા. એક વખત શાસન દેવીએ આવીને કુરગ મુનિને પહેલા વાંઘા. આ જોઈ તપસ્વી મુનિએ કહ્યું, "તે પહેલાં આ તપસ્વી મુનિને ન વાંદતાં આ તુચ્છ મુનિને કેમ વાંઘા?" ત્યારે શાસનદેવીએ આ કુરગડુ મુનિની સ્તુતિ કરતાં બોલ્યા કે, “હું દ્રવ્ય તપસ્વીઓને વાંદતી નથી મેં ભાવ તપસ્વીને વાંઘા છે." એક મહાપર્વના દિવસે સવારે ફરગડ મુનિ ગોચરી વહોરી લાવ્યા અને જૈન આચાર પ્રમાણે તેમણે દરેક સાધુને બતાવી કહ્યું, "આપને જો આમાંથી કંઈક વાપરવાની અભિલાષા હોય તો વાપરો" આટલું સાંભળતાં જ તપસ્વી મુનિઓ બેધાયમાન થઈ જેમ તેમ બોલવા લાગ્યા અને કહ્યું, "આવા પર્વના દિવસે પણ તમે તપ કરતા નથી. ધિક્કાર છે તમને, અને અમોને પાછું વાપરવાનું કહો છો?" આમ લાલપીળા થઈ ોધથી હાથું એમ કહી મોંએથી બળખા કાઢી તેમના પાતરામાં થૂક્યા.આમ થવા છતાં પણ કુરગડુને બીલકુલ ગુસ્સો આવ્યો નહીં અને મનથી વિચારવા લાગ્યા, હું પ્રમાદમાં પડેલો છું. નાનું સરખું તપ પણ હું કરી શકતો નથી. ધિક્કાર છે મને. આવા તપસ્વી સાધુઓની યોગ્ય વૈયાવચ્ચ પણ કરતો નથી. આજે તેમના બેધનું સાધન હું બન્યો." ઇત્યાદિક આત્મનિંદા કરતાં પાત્રામાં રહેલો આહાર નિઃશંકપણે વાપરવા લાગ્યા અને શુક્લધ્યાનમાં ચડી જતાં તરત જ કેવળજ્ઞાન પામ્યા. દેવતાઓ તરત જ દોડી આવ્યા અને સુવર્ણ સિંહાસન ઉપર તેમને સ્થાપી. કેવળજ્ઞાન મહોત્સવ ઊજવવા લાગ્યા. ચારે તપસ્વી મુનિઓ અચંબામાં પડી ગયા અને ઓહો, આ સાચા ભાવ તપસ્વી છે. અમો ફક્ત દ્રવ્ય તપસ્વીઓ જ રહ્યા. એ તરી ગયા. ઓહો, ધન્ય છે તેમના આત્માને. એમ કહી કેવળજ્ઞાની કુરગ મુનિને ખમાવવા લાગ્યા. એમ ત્રિકરણ શુદ્ધિએ તેમને સાચા ભાવથી ખમાવતા તે ચારે પણ કેવળજ્ઞાનને પામ્યા.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356