________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૯
શ્રી કરગડુ મુનિ
|
૧૦૪.
એક દ્રષ્ટિવિષ સર્પ હતો. તેને જે કોઈ બાજુથી જુવે તેનું મોત થાય તેવું વિષવાળું તેનું શરીર હતું. તેણે પૂર્વ ભવે કરેલ પાપો જાતિસ્મરણ જ્ઞાન થવાથી યાદ આવ્યાં અને તેથી તે તેનું મોટું દરમાં જ રાખવા લાગ્યો. મોં બહાર કાઢે અને કોઈ જુએ તો ઘણા લોકોનું મોત થાય. એવું મારે ન કરવું જોઈએ, એમ સમજી ફક્ત તેનું પૂછડું જ દરની બહાર રહે તેમ રહેવા લાગ્યો.
એવામાં કુંભ નામના રાજાના પુત્રને કોઈક સર્ષે ડંખ માર્યો જેથી તે તરત જ મૃત્યુ પામ્યો. આ કારણથી સર્પની જાતિ ઉપર કુંભરાજા બહુ શ્વેધ ભરાયા અને તેણે હુકમ બહાર પાડ્યો કે જે કોઈ પણ સર્પને મારીને તેનું મડદું લઈ આવશે તેને દરેક મુડદા દીઠ એકેક સોનામહોર ઇનામ આપવામાં આવશે. આવા ઢંઢેરાથી લોકો ખોળી ખોળી સાપ મારીને તેનું મૃત શરીર લઈ આવવા લાગ્યા. એક જણે પેલા દૃષ્ટિવિષ સાપનું પૂછડું જોયું તેને જોરથી પૂંછડું ખેંચવા માંડ્યું પણ પૂંછડું ખેંચવા છતાં દયાળુ સાપ બહાર ન નીકળ્યો. પૂંછડું તૂટી ગયું. સાપ આ વેદના સમતાથી સહન કરી રહ્યો હતો. વળી તૂટી ગયેલા પૂંછડાનો થોડો ભાગ દેખાતાં પેલા માણસે કાપી લીધું. આમ શરીરના છેદન-ભેદન થતા હતા તે વખતે સર્પ વિચારતો હતો કે, ચેતન, તું એમ ન સમજ કે આ મારું શરીર જ કપાય છે પણ એમ સમજ કે આ શરીરના કપાવવાથી તારાં પૂર્વે કરેલાં કર્મો કપાય છે. જો તેને સમતાથી સહન , કરીશ તો આ દુઃખ ભવિષ્યમાં તારું ભલું કરનારા થશે. આમ વિચારીને આખરે મૃત્યુ પામ્યો. -
એક રાત્રે પેલા કુંભ રાજાને રાત્રે સ્વપ્ન આવ્યું કે તારે કોઈ પુત્ર નથી એની સતત ચિંતા તું કરે છે. જો તું હવેથી કોઈ પણ સર્પને નહીં મારું એવી પ્રતિજ્ઞા લે તો તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. આથી કુંભ રાજાએ હવેથી સર્પ ન મારવાની કોઈ આચાર્ય પાસે પ્રતિજ્ઞા કરી.
ષ્ટિવિલ સર્પ મરીને આ કુંભરાજાની રાણીની કુક્ષીએ અવતર્યો. તેનું નામ નાગદત્ત રાખ્યું. યૌવન અવસ્થાએ પહોંચતાં એક વખત પોતાના ગોખમાં ઊભા ઊભા નીચે જૈન મુનિઓને જતા જોયા અને વિચારતા વિચારતાં તેને જાતિસ્મરણ થતાં પૂર્વ સર્પનો ભવ યાદ આવ્યો. તેથી તે નીચે ઊતરી સાધુ મહારાજને વંદન કરી વૈરાગ પામેલ હોવાથી દીક્ષા લેવા તૈયાર થયો. માતાપિતાએ તેને ઘણો સમજાવ્યો છતાં કોઈનું ન માનતાં, મહા મહેનતે તેમની આજ્ઞા લઈ તેણે સદગુરની પાસે દીક્ષા અંગીકાર કરી તે તિર્યંચ યોનિમાંથી આવેલો હોવાથી અને તેને વેદનીય કર્મનો ઉદય હોવાથી ભૂખ સહન કરી શકતો ન હતો. તેથી એક પોરસી માત્રનું પણ પચ્ચકખાણ કરી શકાતું ન હતું. આવી તેની પ્રકૃતિ હોવાથી ગુરુ મહારાજે તેની