________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૭
ક્ષુલ્લક શિષ્ય
વસંતપુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની સ્ત્રી મરણ પામી તેથી તેને વૈરાગ્યે થયો. આથી પોતાના આઠ વર્ષના પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. દેવપ્રિય બહુ સારી રીતે ચારિત્ર પાળતા હતા પણ બાળક કે જેનું નામ લુલ્લક હતું, તે જૈન આચારો પાળવામાં શિથીલ હતો. તે પરીષહોને સહન કરી શકતો ન હતો. જોડા વિના ચાલવું તેને મુશ્કેલ લાગતું હતું, તેથી એકદા પોતાના સાધુ પિતાને તેણે કહ્યું કે, બ્રાહ્મણોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં પગના રક્ષણ માટે જોડા પહેરવાની વિધિ છે.' આ સાંભળી દેવપ્રિય મુનિએ, ક્ષુલ્લક તો બાળક છે. અને કંઈક અંશે પુત્ર પ્રત્યે રાગને લીધે તેને જોડા પહેરવાની છૂટ આપી.
થોડા દિવસ બાદ પાછું લુલ્લકે પોતાના ગુરુ પિતાને કહ્યું, હે પિતા ! તડકામાં બહાર નીકળતાં મારું માથું તપી જાય છે. તાપસીનો ધર્મ સારો છે કે તેઓ માથે છત્ર રાખે છે. આ સાંભળી ગુરુએ આ ક્ષુલ્લકમાં પરિપકવતાની ખાડી છે અને જો છત્રી વગેરે તેની જરૂરિયાત માટે રજા નહીં આપું તો કદાચ દીક્ષા છોડી દેશે - એમ સમજી કેટલાક શ્રાવકોને કહી તેને છત્રી અપાવી.
કેટલાક મહિના બાદ વળી ક્ષુલ્લકે કહ્યું, “ગૌચરી માટે ઘરે ઘરે ફરવું બહુ મુશ્કેલ મને લાગે છે. પંચાગ્નિ સાધન કરનારો આચાર મને શ્રેષ્ઠ લાગે છે. કેમ કે ઘણા લોકો સામે આવીને તેમને ભિક્ષા આપી જાય છે." ગુરુએ પૂર્વની જેમ વિચારી તેને ભિક્ષા લાવી પોતે આપવા માંડી, તેથી ક્ષુલ્લક મુનિએ ગોચરી માટે જવાનું બંધ કર્યું. અન્યથા એક સવારે ઊઠી ક્ષુલ્લક મુનિએ શાક્યમતની પ્રશંસા કરી કહ્યું કે, "પૃથ્વી પર સંથારો કરવાથી મારું શરીર દુઃખે છે. માટે સૂવા માટે પલંગ હોય તો સારું.” આથી ગુરુએ તેને લાકડાની પાટ સૂવા માટે ઉપાશ્રયમાંથી આપી. પછી સ્નાન ક્ય વગર પુત્ર મુનિને ઠીક ન લાગ્યું, એટલે તેણે શૌચમૂળ ધર્મની પ્રશંસા કરી ત્યારે પિતાએ ઉકાળેલ પાણી લાવીને તેનાથી સ્નાન કરવાની અનુજ્ઞા આપી. વખત જતાં લોચને સહન નહીં કરવાથી અસ્ત્રાથી મુંડન કરવાની પણ રજા આપી.
આમ કરતાં કરતાં ક્ષુલ્લક મુનિ યુવાવસ્થાએ પહોંચ્યો. એકદા તેને ગુરપિતાને કહ્યું, 'ગુરુજી ! હું બ્રહ્મચર્ય પાળવા સમર્થ નથી. એમ કહીને તેણે ગોપી અને કૃષ્ણ