________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૦૬
આસ્તે શિષ્યો ગુરુને ત્યાગી બીજા આચાર્યો પાસે જતા રહ્યા. એમને એમનું ચારિત્ર સાચવવું હતું.
પણ એક શિષ્ય પંથકમુનિએ ગુરુને કોઈ પણ રીતે પાછા સન્માર્ગે લાવવાની આશાથી ગુરુનો ત્યાગ ન ર્યો. એ પંથ ભૂલેલા ગુરુને પણ વળગી રહ્યા. તેમની સેવા-સુશ્રુષા ચાલૂ રાખી. “ગુરુ પરમ ઉપકારી છે. અત્યારે એમનો પાપોદય છે. પણ આવા વખતે મારે ગુરુનો ત્યાગ કરવો ઠીક નથી. એકદિવસ જરૂર તેમનો આત્મા જાગશે અને પુનઃસંયમમાં સ્થિર થશે.”
આમ ને આમ કેટલાક માસ વીતી ગયા પંથકમુનિ ગુરુની વૈયાવચ્ચ બરાબર કરે છે. એમ કરતાં ચાતુર્માસ પૂર્ણ થયું. શૈલકાચાર્યની સ્થિતિ એ જ રહી. ખાવું, પીવું અને
ઊંઘવું.
ચૌમાસિક પ્રતિક્રમણનો સમય થયો. પંથક મુનિવરે સમયસર પ્રતિક્રમણ શરૂ કર્યું. પ્રતિકમણની ક્ષિામાં જ્યારે ગુરુમહારાજને ખાવાની ક્રિયા આવી ત્યારે પંથક મુનિએ ધરિથી ગુરુદેવનાં ચરણે હાથ મૂક્યો.
શૈલકાચાર્ય ચીડાયા કેમ મને જગાડ્યો? કેમ હેરાન કરે છે?' - ગુરુદેવ ! ક્ષમા ચાહું છું. હું અવિનીત છું. મેં આપની નિદ્રામાં ખલેલ પાડી આજે ચોમાસી ચૌદસનું પ્રતિક્રમણ કરતાં આપને ખમાવવા આપના ચરણે હાથ મૂક્યો.'
ચોમાસી પ્રતિક્રમણનું નામ સાંભળી. ગુરુદેવ ચોંક્યા, હૈ? આજે ચોમાસી ચૌદસ? ચાતુર્માસ પૂર્ણ થઈ ગયું."
રાજર્ષિ ઊભા થઈ ગયા. પંથકમુનિને ખમાવ્યા.તરત જ પ્રતિક્રમણ કરવા બેસી ગયા. આત્મસાક્ષીએ ખૂબ આત્મનિંદા કરીને પ્રતિક્રમણ કર્યું.
બીજે દિવસે રાજા મંડુકને કહી શૈલકાચાર્યે મુનિ પંથકની સાથે વિહાર કર્યો. પંથક મુનિને બહુ હર્ષ થયો. ભૂલા પડેલા ગુરુદેવ પાછા મોક્ષમાર્ગે ચઢી ગયા. વિહાર કરતાં કરતાં ૪૯૯ શિષ્યો આસ્તે આસ્તે શૈલકાચાર્ય પાસે આવી ગયા.
પુન:પુનઃએકબીજાને ક્ષમાપના કરી. સહુએ પંથક મુનિવરને લાખ લાખ અભિનંદન આપ્યાં. સારી રીતે સંયમની આરાધના કરી, શૈલકાચાર્ય શત્રુંજ્ય ગિરિરાજ પર પહોંચ્યા. એક મહિનાનું અનશન કર્યું. સર્વ કર્મનો ક્ષય કર્યો. સર્વે નિર્વાણ પામ્યા. ધન્ય પ્રમાદ ત્યાગી ગુરુ. ધન્ય શિષ્ય પંથક.