________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૫
| શૈલક રાજર્ષિ અને પંથક મુનિ | ૧૦૨.
શૈલકરાજર્ષિ પાંચસો શિયોની સાથે વિચરતા હતા. જ્ઞાન, બાન સાથે તે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. સતત આયંબીલ ત૫ કરતા હોવાથી અને લૂખું સૂકું ભોજન કરવાથી, તેમના શરીરમાં ઘણજવરનો રોગ થયો પરંતુ તેઓને શરીર પર મમત્વ જ ન હતું. રોગ હોવા છતાં તેઓ દવા કરાવતા ન હતા.
પાંચસો શિષ્યોના પરિવાર સાથે તેઓ શેલકપુર પધાર્યા, જ્યાં રાજા મંડુક રાજ્ય કરતા હતા.તેઓ આચાર્યનાં દર્શન કરવા આવ્યા.દર્શન વંદન કરી તેઓએ આચાર્યદેવની કુશળતા પૂછી. અને જાણી લીધું કે, ગુરુદેવ દાહજવરથી પીડાય છે અને શરીર સાવ કૃશ બની ગયું છે.
રાજાએ આચાર્યશ્રીને વિનંતી કરી કે, હે કૃપાવંત ! આપ અહીં સ્થિરતા કરો. રોગની ચિકિત્સા કરવાનો મને લાભ આપો. આપ નીરોગી હશો તો અનેક જીવોને ઉપદેશ દ્વારા ઉપકારી થશો. માટે મારી પ્રાર્થના સ્વીકારો.”
મંડુ રાજાની આગ્રહપૂર્વકની વિનંતીશૈલકાચાર્યે સ્વીકારી અને રાજાનીયાનશાળામાં સ્થિરતા કરી. (રથ વગેરે મૂકવાની જગ્યાને યાનશાળા કહેવાય છે.)
કુશળ વૈદ્યો દ્વારા આચાર્યશ્રીની ચિકિત્સા શરૂ થઈ. પણ થોડા દિવસમાં રોગમાં કંઈ ફાયદો ન જણાયો તેથી વૈદ્યોએ મુનિઓને કદી ન ખપે છતાં પણ રોગના નિવારણ માટે 'મદ્યપાન કરવા કહ્યું. દરેક નિયમને અપવાદ હોઈ શકે એમ સમજી આચાર્યશ્રીએ દવાઓ સાથે મદ્યપાન કરવાનું શરૂ કર્યું.
શરીર નીરોગી બનતું ગયું. પણ અશક્તિ હતી જ. રાજરસોડની ઘી-દૂધ સાથેની પુષ્ટિકારક વાનગીઓ આવવા લાગી. મદ્યપાન સાથે આ સ્વાદિષ્ટ વાનગીઓથી અને પૂર્ણ આરામને લીધે શરીર આળસુ બનતું ગયું. ધીરે ધીરે પ્રતિક્રમણ પડિલેહણ પણ ત્યજાતું ગયું. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવી, મદ્યપાન કરવું અને આળસને લીધે ઊંઘવું આવો નિત્યક્રમ શૈલકાચાર્યનો થઈ ગયો.
ખરેખર મદ્યપાન ભલભલાનું પતન કરાવે છે. આચાર્ય એ ભૂલી ગયા કે, હું સાધુ છું. હું પાંચસો શિષ્યોનો ગુરુ છે. એય ભૂલી ગયા કે હું જૈન ધર્મના આચાર્ય છું.
શિયો બધા વિચારવા લાગ્યા કે શું કરવું? સાધારણ સંયોગોમાં ગુરુને ઉપદેશ આપી ન શકાય. કદાચ બે અક્ષર કહે તો આ નશામાં ચકચૂર ગુરુ કંઈ સાંભળે તેમ ન હતા. આસ્તે
૨૦