Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 337
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૩૦૮ લીલાની પ્રશંસા કરી. એ સાંભળીને પિતાએ વિચાર્યું કે, “ખરેખર, આ પુત્ર સર્વથા ચારિત્ર પાળવા અસમર્થ છે. મોહ વશ આટલા વખત સુધી તો તેણે જે માગ્યું તે આપ્યું. પણ આ માગણી તેની કોઈ રીતે કબૂલ ન રાખી શકાય. આ જો હું કબૂલ રાખી તેને રજા આપું તો એ તો નર્કમાં જાય, પણ હું યે નર્કમાં જાઉં." - આ જીવે અનંતા ભવોમાં અનંતા પુત્રો થયા છે તો આના પર શા માટે મોહ રાખવો જોઈએ ? ઇત્યાદિ વિચારીને કુલ્લક મુનિને તેણે ગચ્છ બહાર કાઢ્યો. આમ પિતાથી દૂર થતાં તે મરજી મુજબ જીવન જીવવા લાગ્યો. અનુક્રમે મૃત્યુ પામી બીજા ભવે પાડો થયો અને તેના પિતા મુનિ સ્વર્ગલોકમાં દેવતા થયા. તે દેવતાએ અવધિજ્ઞાન વડે પુત્રને પાડો થયેલો જાણીને સાર્થવાહનું રૂપ ધારણ કરી તે પાવને ખરીદ કર્યો અને તેના ઉપર પાણીની પખાળ ભરી લાવવા ઉપયોગ કરવા લાગ્યો. ઊંચા-નીચા રસ્તા ઉપર ચાલતાં પાવે ઊભો રહેતો ત્યારે જોરથી સાર્થવાહ કોરડા વડે માર મારતો નેથી પાડો જોરથી બરાડા પાડતો ત્યારે સાર્થવાહ પણ જોરથી બોલતો, અરે, કેમ બરાવ પાડે છે ? પૂર્વ જન્મમાં હું આમ કરવા શક્તિમાન નથી, હું તેમ કરવા શક્તિમાન નથી, એમ વારંવાર સંભળાવવા લાગ્યો." અને કહે, હવે ભોગવ તારા કર્મનાં ફળો. એમ કહેતા કહેતા કોરડા માર્યા. કોરડાનો માર અને સાર્થવાહનાં આવાં વચનો સાંભળી પાડાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવ નજર સમક્ષ આવ્યો અને નેત્રમાંથી અશ્રુપાત કરતો વિચારવા લાગ્યો કે, પૂર્વભવે પિતાના કહેવા પ્રમાણે મેં ચારિત્ર પાળ્યું નહીં અને મહામુશ્કેલીએ મળેલ માનવભવ મેં ગુમાવી દીધો. ધિક્કાર છે મને. મારા કર્મો હું પાડો થયો. આ પાડાને થયેલ જ્ઞાનને જાણી દેવતાએ કહ્યું કે, હું તારો પૂર્વ ભવનો પિતા છું અને તેને પૂર્વભવનું સ્મરણ કરાવવા આવ્યો છું. હજી પણ જો તારે શુભગતિની ઇચ્છા હોય તો અનશન ગ્રહણ કર." તે સાંભળી પાડાએ અનશન ગ્રહણ કર્યું અને ત્યાંથી મરીને વૈમાનિક દેવતા થયો. માટે લીધેલ વ્રત શુદ્ધ રીતે પાળવું અને શુલ્લક મુનિની જેમ બીજા દર્શનના આચાર દેખી તેવી આકાંક્ષા કરવી નહીં. શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ તે જ સત્ય છે. તેમાં કોઈ જાતની શંકા કરવી નહીં.

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356