________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૮૭
| શ્રી નાગકે.
પૂર્વભવમાં નાગકેતુ કોઈ એક વણિકના પુત્ર હતા. નાનપણમાં જ એમની માતા મરી ગઈ અને એથી એમના પિતા બીજી કન્યા પરણ્યા. એ નવી આવેલી સ્ત્રીને એની શોક્યનો આ પુત્ર શલ્યની જેમ ખૂંચવા લાગ્યો અને એથી ઘણા પ્રકારે એને પીડવા લાગી. પૂરતું ખાવાનું ન આપે, ઘરકામ ઘણું કરાવે અને મૂઢ માર મારે. ઘણા વખત સુધી આ પીડા સહન કરતાં કરતાં તે ત્રાસી ગયો અને ઘર છોડી બીજે ભાગી જવા માટે એક સાંજે ઘરેથી નીકળ્યો.
નાસી જતાં તે નગર બહાર નીકળતાં પહેલાં જિનેશ્વરનાં દર્શન કરવા એક દેરાસરમાં જઈ સ્તુતિ વંદના કરી, તેના ઓટલે બેઠો હતો. સદ્દભાગ્યે તેનો દહેરાસરમાંથી બહાર નીકળ્યો અને મિત્રને નિરાશ વદને બેઠેલો જોઈ તેને પૂછ્યું : કેમ ભાઈ, શું ચિંતામાં છે?
મિત્રે જવાબ આપ્યો કે, કંઈ કહેવાય એવું નથી. અપાર દુઃખિયારો છું અને હવે ત્રાસી જવાથી ઘરેથી ભાગી જવા નીકળ્યો છું."
શ્રાવક મિત્રે તેને સાંત્વન આપતાં કહ્યું, “ભાઈ, ગભરાઈશ નહીં ધર્મથી બધાં સારાં વાનાં થાય છે. તપથી ઘણાં કર્મો ખપે છે. પૂર્વભવમાં તે તપ કર્યું નથી માટે તું દુખી થાય છે. માટે તું એક અઠ્ઠમ કર” આવતા વર્ષે પર્યુષણ પર્વ આવે છે ત્યારે અઠ્ઠમ તપ કરવાનો એણે નિશ્ચય કર્યો, એટલે બહારગામ નાસી ન જતાં પાછો રાત્રે ઘરે આવ્યો. ઘરના દરવાજા તો બંધ હતા એટલે ઘર બહાર ઘાસની ગંજી હતી તે ઉપર તે સૂઈ ગયો. પણ મનમાં અઠ્ઠમ તપ જરૂર કરીશ એવી ભાવના ભાવતો રહ્યો. અપરમાતાએ બારીમાંથી જોઈ લીધું કે, આ શિલ્ય આજે ઠીક લાગમાં આવ્યો છે. ગંજીને આગ ચાંપી દઉં તો આ મરી જાય, અને મારી ઘણા વખતની ઇચ્છા આનું કારણ કાઢવાની છે તે પૂરી થાય. એમ વિચારી ઘોર રાત્રીએ ઘાસની ગંજી અને બહારનો પવન તથા અગ્નિ સાથે મળતાં થોડા જ વખતમાં ચારે બાજુથી સળગી ગઈ અને એ વણિકપુત્ર જીવતો બળી ભડથું થઈ ગયો પણ મરતાં મરતાં પણ અમ કરવો છે તે ભાવના છેલ્લી ક્ષણે પણ રહી.