________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૮૮
ત્યાંથી મરીને ચંદ્રકાંત નામની નગરીમાં વિજયસેન નામના રાજાના રાજ્યમાં શ્રીકાંત નામના શેઠને ત્યાં તેની સખી નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ નાગકેતુ પાડ્યું.
અહીં એનાં માતાપિતા બહુ ધર્મશીલ હતાં અને પર્યુષણ આવતાં હોવાથી રાત્રે એકાંતે અઠ્ઠમ તપ કરવાની વાતો થઈ. આ સાંભળતાં નાગકેતુને જાતિસ્મરણજ્ઞાન થયું અને એ જ્ઞાન બળે પોતાનો પૂર્વભવ જાણ્યો અને અઠ્ઠમ કરવો છે, ચોક્કસ કરવો છે તેનું સ્મરણ થયું.
આ ભાવનાને સફળ કરવાને તેણે પણ પર્યુષણમાં અઠ્ઠમ તપ આદર્યું. તરતના જન્મેલ નાગકેતુનું શરીર તદૃન કોમળ હતું. તેનો આત્મા જ્ઞાન પ્રગટવાથી બળવાન બન્યો. પણ શરીરમાં એટલું બળ ક્યાં હતું? દૂધ નહીં પીવાથી એનું શરીર કરમાવા માંડ્યું. એનાં માતાપિતાને ખબર નથી કે બાળકે અઠ્ઠમનું તપ કર્યું છે, માટે ધાવતો નથી, પાણી પણ લેતો નથી. તેઓએ અનેક ઉપચાર કરવા માંડ્યા. આ તો ન ધાવે કે ન દવા પીએ, પરિણામે અશક્તિ એટલી વધી જવા પામી કે, તે બાળક મૂચ્છ પામી ગયો. મૂછ પામેલ બાળકને આ લોકોએ મરી ગયેલો માની લીધો અને એને જંગલમાં જઈને દાટી પણ દીધો.
પોતાનો પુત્ર મરી ગયો એમ માનવાના કારણે શેઠને બહુ આઘાત લાગ્યો. શેઠ મૂળ તો નિ:સંતાન હતા. કેટલીક માનતાઓ માન્યા બાદ આ પુત્ર તેઓ પામ્યા હતા. તે મરી ગયો એમ લાગ્યું એથી એમને લાગેલ આઘાત ન જીરવી શકવાથી તે બાળકનો બાપ સાચે જ મૃત્યુ પામ્યો.
એ કાળમાં, એ રાજ્યમાં એવો કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે, કોઈ પણ માણસ મરી જાય અને જો એને પુત્ર ન હોય તો એના ધનાદિકનો માલિક રાજા થાય. રાજ્યના એ કાયદા મુજબ આ શેઠનું ધન લેવાને માટે રાજાએ પોતાના સેવકોને આ શેઠના ઘેર મોકલ્યા. અહી બન્યું એવું કે - બાળકના અહમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. પોતાનું આસન કંપવાથી ધરણે ઉપયોગ મૂક્યો. અને સઘળી વાત સમજવાથી તરત જ ધરણેન્દ્ર ત્યાં આવી, પહેલાં ભૂમિમાં રહેલા બાળકને અમૃત છાંટીને આશ્વાસન આપ્યું. અને પછી ધરણેન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જે રાજસેવકો ધન લેવાને આવ્યા હતા, તેમને એ શેઠનું ધન ગ્રહણ કરતા અટકાવ્યા.