________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૮૯
આ વાત રોજસેવકોએ જઈ રાજાને કહી, એટલે રાજા પોતે ત્યાં આવ્યા. તેમને આવીને એ બ્રાહ્મણને રાજ્યનો કાયદો સમજાવ્યો અને અમારો આ પરંપરાગત નિયમ છે કે અપુત્રિયાનું ધન ગ્રહણ કરવું.” તો પછી તું આમાં અટકાયત કેમ કરે છે ? બ્રાહ્મણે કહ્યું કે, “તમારે ધન તો અપુત્રિયા હોય તેનું ગ્રહણ કરવાનું છે ને ? આનો પુત્ર તો જીવે છે. રાજાએ કહ્યું કે - ક્યાં છે? ક્યાં જીવે છે એ બાળક ?
એટલે બ્રાહ્મણે ભૂમિમાં દટાયેલા બાળકને બહાર કાઢીને બતાવ્યું અને તે જીવીત છે તે છાતીના ધબકારા બતાવી સમજાવ્યું. આથી રાજા, તેના સેવકો અને નગરના લોકો બહુ આશ્ચર્ય પામ્યા. આશ્ચર્ય પામેલા રાજાએ પૂછ્યું કે, તમે કોણ છો ? અને આ બાળક કોણ છે?' એ વખતે વેશધારી બ્રાહ્મણે કહ્યું કે, હું નાગરાજ ધરણેન્દ્ર છું. અને આ બાળમહાત્માએ અમનું તપ કર્યું તેના પ્રભાવે અત્રે તેને સહાય કરવા આવ્યો છું. રાજાના પૂછવાથી ધરણેન્દ્ર બાળકના પૂર્વભવનો વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. અને અંતે કહ્યું કે, લઘુકર્મી આ મહાપુરુષ આ ભવમાં જ મુક્તિ પામવાનો છે અને આ બાળક રાજ્ય ઉપર પણ મોટા ઉપકારને કરનારો નીવડવાનો છે.
આમ કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાના ગળાનો હાર કાઢી નાગકેતુને પહેરાવ્યો. અને પોતે સ્વસ્થાનકે ગયા. વ્યાખ્યાનકાર આચાર્ય શ્રી લક્ષ્મીસૂરીજીએ આથી જ એમ જણાવ્યું છે કે, શ્રી નાગકેતુએ તે જ ભવમાં અઠ્ઠમ તપનું પ્રત્યક્ષ રૂપ મેળવ્યું.
નાગકેતુ મોટા થઈને પરમ શ્રાવક બન્યા. એક વખતે ત્યાંના રાજા વિજયસેને કોઈ એક માણસ કે જે ખરેખર ચોર ન હતો તેને ચોર ઠરાવીને મારી નંખાવ્યો. આ રીતિએ અપમૃત્યુ પામેલો તે માણસ મરીને વ્યંતર દેવ થયો. એ વ્યંતર થયો એટલે એને ખ્યાલ આવ્યો કે અમુક નગરીના રાજાએ મારે માથે ચોરીનું ખોટું કલંક ચડાવી દઈને મને મારી નંખાવ્યો હતો તેથી તે વ્યંતરને એ રાજ્ય ઉપર બહુ ગુસ્સો આવી ગયો અને એથી એણે એ રાજાને તેની આખી નગરી સહિત સાફ કરી નાખવાનો નિર્ણય કર્યો. એ માટે તેણે રાજાને લાત મારી સિંહાસન ઉપરથી પાડી દઈને લોહી વમલો કરી દીધો. પછી નગરીનો નાશ કરી નાખે એવી એક શિલા આકાશમાં રચી. આકાશમાં રચાયેલી મોટી શિલાને જોઈને નગરજનો બહુ ગભરાટમાં પડી ગયા. શ્રી નાગકેતને ચિંતા થઈ કે, આ શિલા જો નગરી ઉપર પડશે તો મહા અનર્થ થશે. નગરી ભેગુ શ્રી જિનમંદિર પણ સાફ થઈ જશે. હું જીવતો હોઉં અને શ્રી સંઘના શ્રી જિનમંદિરનો વિધ્વંશ થઈ જાય એ કેમ જોઈ શકાય? આવી ચિંતા થવાથી શ્રી નાગકેતુ જિનપ્રાસાદના શિખર ઉપર ચડી ગયા અને આકાશમાં રહેલી શિલાને હાથ દીધો.