________________
જૈન શાસનના ચમકતા હીરાઓ – ૨૯૨
વિધિ જાણીને ગોશાળો પ્રભુથી છૂટો પડ્યો. ગોશાળાએ શ્રાવસ્તી નગરીમાં જઈને પ્રભુએ બતાવેલા ઉપાયથી કુંભારની કોડમાં રહી તેજોલેશ્યા સાધી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિથિલાચારી શિષ્યો પાસેથી અષ્ટાંગ નિમિત્તનો પણ જાણકાર થયો. હવે તો તે પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યો અને મનાવવા લાગ્યો.
પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અશાતા વેદનીય કર્મનો પ્રબલ ઉદય થયો; તે આશ્ચર્યકારક ઘટના નીચે પ્રમાણે બની :
એક વખત ભગવાન મહાવીરદેવ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. ત્યાં ગૌતમ ગણધરે જે સાંભળ્યું, તે અંગે તેમણે ભગવંતને પૂછ્યું, "હે ભગવન્ ! આ ગોશાળો પોતાની જાતને બીજા જિન તરીકે ઓળખાવે છે. તે આ બીજો જિન કોણ છે ? બીજો જિન તો હોઈ શકે નહીં.”
αγ
ભગવંતે કહ્યું, "હે ગૌતમ ! એ સાચો જિન નથી, પણ મંખલિ અને સુભદ્રાનો પુત્ર છે. પૂર્વે તે મારો શિષ્ય થઈને રહ્યો હતો. તે ગો-બહુલ બ્રાહ્મણની ગૌશાળામાં જન્મ્યો હોવાથી ગોશાળ' કહેવાય છે. ભવિતવ્યતાના યોગે મારી પાસેથી જ તેજોલેશ્યા અંગેની વિદ્યા શીખ્યો છે. અષ્ટાંગ નિમિત્ત વગેરે જાણી લઈને હવે તે પોતાને જિન તરીકે ઓળખાવે છે." આ વાત ધીમે ધીમે આખી શ્રાવાસ્તી નગરીમાં પ્રસરી ગઈ. બસ, તે જાણીને ગોશાળાનો ઉશ્કેરાટ વધી ગયો. તેને થયું "મહાવીર શું ધંધો લઈ બેઠા છે ? મને જ બદનામ કરવાનો ?” આમ તેનો ગુસ્સો બહુ વધી ગયો. તેવામાં પ્રભુના એક સાધુ આનંદ મુનિને ગોચરી જતા ગોશાળાએ જોયા. તે રાડ પાડીને બોલ્યો, “ઓ આનંદ ! ઊભો રહે. તારા ગુરુને જઈને કહેજે કે બહુ ગરબડ ન કરે, આડી અવળી કોઈ વાત મારા માટે ન કહે કે મારો શિષ્ય થઈને રહ્યો હતો, અને મારી પાસેથી વિદ્યા શીખ્યો હતો. આવું બોલીને મને બદનામ ન કરે. અન્યથા હું તેને અને તમને બધાને બાળીને ખાખ કરી નાખીશ.'
આ સાંભળી આનંદ મુનિ ગભરાયા, તેમણે આવી ભગવંતને વાત કરી. ભગવંતે આનંદ મુનિને કહ્યું કે, "તું ગૌતમ ગણધર આદિને કહે કે, બધા સાધુ આઘાપાછા થઈ જાય. ગોશાળો આવી રહ્યો છે. કોઈ તેની સાથે વાત કરશો નહીં."
એટલામાં તો ધૂંવાંપૂવાં થતો, ધમપછાડા કરતો ગોશાળો ત્યાં આવી પહોંચ્યો અને બોલવા લાગ્યો, “હે મહાવીર ! તું જૂઠો છે. તું જિન નથી, હું જ જિન છું. તું મને મંખલિપુત્ર તરીકે ઓળખાવે છે પણ તે મંખલિપુત્ર તો મરી ગયો છે. તે અન્ય હતો, હું અન્ય છું. તેના શરીરને પરીષહ સહન કરવામાં યોગ્ય સમજીને મેં તેમાં પ્રવેશ