________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૩૦૦
શ્રી કામ દેવ શ્રાવક
૧૦૦,
ચંપા નગરીમાં કામદેવ નામે મોટો ગૃહસ્થ રહેતો હતો. તે મહાધનિક હોવાથી તેણે છ કોટિ દ્રવ્ય પૃથ્વીમાં દાયું હતું, છ કોટિ દ્રવ્ય વ્યાપારમાં રાખ્યું હતું અને છે કોટિ દ્રવ્ય ઘર, ઘરવખરી અને વસ્ત્ર-આભૂષણ આદિમાં રોક્યું હતું. તેને દશ દશ હજાર ગાયોવાળાં છ ગોકુલ હતાં.
એકદા શ્રી મહાવીર સ્વામી તે નગરીના પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રી જિનેશ્વરને વાંચવા માટે નગરજનો જતા હતા. તે જોઈને કામદેવ પણ ગયો. ત્યાં શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને તેમની દેશના સાંભળી, તેથી કામદેવ પ્રતિબોધ પામ્યો અને આનંદ શ્રાવકની જેમ તે વખતે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. પછી પોતાના ઘેર આવીને ઉલ્લાસપૂર્વક પોતાને ધર્મ પ્રાપ્ત થયાનું વૃત્તાંત પોતાની પત્નીને કહ્યું. તે સાંભળીને તેણે પણ મોટી સમૃદ્ધિપૂર્વક પ્રભુ પાસે જઈને શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો.
- નિરંતર ઉત્તમ રીતે શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયાં. પંદરમા વર્ષમાં એકદા મધ્ય રાત્રિએ ધર્મ જાગરિકાએ જાગતાં કામદેવને વિચાર થયો કે, “ઘરનો સમગ્ર કારભાર પુત્રો ઉપર નાખીને હવે હું શ્રાવકની બાર મહા પ્રતિજ્ઞા વહન કરું.” પછી પ્રાત:કાળે ઊઠીને પોતાના પુત્રોને ઘરનો સર્વ કારભાર સોંપી પોતે પૌષધશાળામાં રહી દર્ભના સંથારા પર બેસી શ્રી જિનેશ્વરનું ધ્યાન ધરવા લાગ્યો.
એક રાત્રિએ કામદેવ ધ્યાનમાં બેઠો હતો. તે વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવની પ્રશંસા કરી. તે પર શ્રધ્ધ ન રાખતો કોઈ એક દેવ કામદેવની પરીક્ષા કરવા આવ્યો. તે દેવે દૈવી શક્તિથી ઘણાં ભયંકર રૂપો વિદુર્વાને તેને ભય પમાડવા લાગ્યો. વળી તે બોલ્યો કે, “તું ધર્મને છોડી દે નહીં તો તીણ ખડગના પ્રહાર વડે તારું અકાળે મરણ કરીશ. જેથી તે આર્તધ્યાનથી પીડાઈને અનંત દુર્ગતિનું દુ:ખ પામીશ." આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું પણ તે શ્રેષ્ઠી જરા પણ ભય ન પાયો, ત્યારે તે દેવ બેધથી તેના પર ખગના પ્રહાર કર્યા. તેથી પણ શ્રેષ્ઠી ક્ષોભ પાયો નહીં. ત્યારે તેણે એક ભયાનક હસ્તીનું રૂપ વિકુવ્યું અને બોલ્યો કે, હે દંભના સાગર ! આ સૂંઢથી તને આકાશમાં ઉછાળીને જયારે પૃથ્વી પર પાડીશ ત્યારે ચારે પગોથી દાબીને ચૂર્ણ કરી નાખીશ.” એમ કહીને તે દેવતાએ સર્વ શક્તિથી હસ્તીરૂપે તેને પરિષહ કર્યો. તેથી