Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 330
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૧ પણ તે શ્રેષ્ઠી જરા પણ ક્ષોભ પાયો નહીં ત્યારે ફરીથી તેણે લોભ પમાડવા માટે તેણે મહાભયંકર અનેક ફણાવાળું સર્પનું રૂપ વિકુવ્યું અને બધી ફણાથી કુંફાડા મારતો તે બોલ્યો કે, “અરે મૃત્યુની પ્રાર્થના કરનાર ! શ્રી વીરપૂર્તના ધર્મને છોડીને મને પ્રણામ કર, નહીં તો હું એવો ડંશ મારીશ કે જેના વિષની વેદનાથી પીડાઈને તું દુર્ગતિ પામીશ” આવી વાણીથી પણ શ્રેષ્ઠી જરાય ગભરાયો નહીં, ત્યારે તે સર્વે તેના શરીર પર ત્રણ ભરડા દઈને તેના કંઠ ઉપર નિર્દયતાથી ડંશ દીધો. વિષની વેદનાને પણ શ્રેષ્ઠીએ સમ્યક્ પ્રકારે સહન કરી, અને મનમાં શ્રી મહાવીર પરમાત્માનું સ્મરણ કરતો છતો અધિક અધિક શુભ ધ્યાન ધરવા લાગ્યો. દેવતાને લાગ્યું કે આના દઢ મનોબળની શક્તિનો અલ્પ પણ નાશ કરવાને તે સમર્થ નથી, છેવટે દેવતા થાક્યો, ત્યારે શ્રેષ્ઠીને પ્રણામ કરીને બોલ્યો કે, હે શ્રાવક, તને ધન્ય છે. માયા રૂપી પૃથ્વીને ખોદનાર હળ સમાન એવા પરમ ધીર શ્રી મહાવીર સ્તમીએ કહેલા ધર્મમાર્ગમાં સ્થિર થયેલ તું સાચો છે. તારા આવા સમકિત રૂપ અરીસામાં જોવાથી મારું પણ સમગ - દર્શન સ્વરૂપે પ્રગટ થયું છે. અને અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે. તારા ધર્માચાર્ય તો શ્રી મહાવીર છે. પણ મારો ધર્માચાર્ય તો તું જ છે. ચંદનના વૃક્ષની જેમ તેં પરીષહો સહન કરી મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે. આ સર્વ મારા અપરાધ ક્ષમા કરજે.' ઇત્યાદિ તે શ્રેષ્ઠીની સ્તુતિ કરીને દેવતાએ પોતાને સ્વર્ગથી ત્યાં આવવાનું કારણ કરી બતાવ્યું. વળી તે બોલ્યો કે, હું સ્વર્ગથી સમત્વ રહિત અહીં આવ્યો હતો, અને તેનાથી પરિપૂર્ણ થઈને પાછો સ્વર્ગે જઈશ. તેં બહુ સારું કર્યું કે એક મિથ્યાત્વરૂપ ભારથી મને ખાલી કર્યો, અને એક સમ્યક દર્શન રૂપ રત્નના દાનથી મને ભરપૂર કર્યો." એમ કહીને તે દેવ શ્રેષ્ઠીને ત્રણ પ્રદક્ષિણા દઈ તેના ઉપકારનું સ્મરણ કરતો છતો સ્વર્ગે ગયો. પછી શ્રેષ્ઠી કાયોત્સર્ગ પારીને ત્યાં પધારેલા શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા ગયો. તે વખતે ચાર પર્ષદાઓની સમક્ષ પ્રભુએ કહ્યું કે, “હે શ્રાવક, તેં આજ રાત્રે મહા ભયંકર ત્રણ પરીષહો બહુ સારી રીતે સહન કર્યા, અને ધર્મધ્યાનથી જરા પણ ચલિત થયો નહીંતે દેવતાએ વેધથી પોતાની સર્વશક્તિ વાપરી, અને તેં પણ આત્મવીર્ય ફોરવીને અદીન મનથી સ્થિરતા રાખી. તારું વ્રતનું પાલન મેરુ પર્વતના જેવું અચલિત છે. છેવટે તે દેવતા તને ખમાવીને ગયો. આ બધી હકીકત બરાબર છે?” કામદેવે કહ્યું કે, "પ્રભુ તેમ જ છે.” આ પ્રમાણે પ્રભુએ તેની હતા વખાણીને સર્વ સાધુ-સાધ્વી વગેરેને ઉદ્દેશીને કહ્યું કે, હે ગૌતમાદિક સાધુઓ ! જ્યારે શ્રાવક

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356