________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૯૭
હે ગુરુદેવ ! આ રાજ્ય હું આપને સમર્પિત કરું છું. આપ તેનો સ્વીકાર કરીને મને ઋણમુક્ત કરો.'
આર્યસુહસ્તિએ સંપ્રતિને કહ્યું : 'મહાનુભાવ ! આ તારું સૌજન્ય છે કે તું તારું આખું રાજ્ય મને આપવા તત્પર થયો છે. પરંતુ જૈન મુનિ અકિંચન્ હોય છે. તેઓ પોતાની પાસે કોઈ જાતની માલમિલકત કે દ્રવ્ય રાખતા નથી.”
સમ્રાટ સંપ્રતિને જૈન સાધુ સંપત્તિ રાખી શકે નહીં, તે વાતનું જ્ઞાન ન હતું. ગયા ભવમાં પણ તેની દીક્ષા ફક્ત અડધા દિવસની હતી. તેથી તે ભવનું પણ આ અંગે તેનું જ્ઞાન સીમિત હતું.
સંપ્રતિને હૈયે ગુરુદેવ પ્રત્યે ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ છવાઈ ગયો હતો. આ હતો કૃતજ્ઞતા ગુણનો આવિર્ભાવ.
આચાર્યશ્રીએ સમ્રાટ સંપ્રતિને જૈન ધર્મનો જ્ઞાતા બનાવ્યો. તે મહાઆરાધક અને મહાન પ્રભાવક બન્યા. સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિન મંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનમૂર્તિઓ ભરાવી અને અહિંસાનો ખૂબ પ્રચાર કર્યો. ગુરુદેવના ઉપકારોને વીસરી ન જવા એ આ કથાનો સાર છે.
oren
જગતને જીવાડવા માટે સાગર તજી, સૂરજનાં કિરણ સાથે ઊંડી, એ વાદળમાં પહોંચ્યું.
ત્યાંથી અમીધાસ રૂપે વરસ્યું.
ખેતરોને ધન-ધાન્યથી ઉભરાવી દીધાં.
સરિતાઓને સ્નેહપૂરી છલકાવી દીધી.
એ રીતે એણે માનવ હૈયાં સંતુમ કીધાં. ને જાતે ઊકળીને પણ ઉકાળનારની આગ ારી. એટલું જ નહિ, જગતનો મેલ ધોવા એણે જાતે મલિનતા વહોરી લીધી.
અંતે ગટરમાં ભળી, સરિતા સાથે વહેતું વહેતું, આસપાસનાં ખેતરોને તથા જીવજંતુને પરિતૃપ્ત કરતું કરતું, સમર્પણના સંતોષ સાથે, પોતાના પિતૃસ્થાન સાગરમાં ભળી ગયું.
જળની જેમ સંતમોને શાતા દઈએ.