________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૧
| મંખલીપુત્ર ગોશાળો
રાજગૃહી નગરીના નાલંદા નામના સ્થળે મંખ અને સુભદ્રાનો પુત્ર ગોશાળો હતો. તે બહુલ નામના બ્રાહાણની ગૌશાળામાં જન્મ્યો હતો એટલે તેનું નામ ગોશાળો પાડ્યું હતું.
આ ગોશાળો એક વાર પ્રભુ મહાવીર પાસે આવ્યો. ત્યાં ભગવાન મહાવીરને મા ખમણને પારણે વિજય નામના શેઠે કૂર વગેરે સરસ ભોજન વહોરાવ્યું તે જોઈ ગોશાળાને થયું કે, જો હું આમનો શિષ્ય થઈ જાઉં તો ખાવાપીવાની ખૂબ મજા આવે." આથી તેણે ભગવાનને કહ્યું, “હું તમારો શિષ્ય છું." આમ પોતાની મેળે તે ગોશાળો ભગવાન મહાવીરનો શિષ્ય થઈ પડ્યો. આવી રીતે ચાર માસખમણના પારણા સુધી તે ભગવાનની સાથે રહ્યો પછી છૂટો પડી ગયો.
ત્યારબાદ છ માસને અંતે પાછો ગોશાળાનો મેળાપ પ્રભુને થયો.
વિહાર કરતાં કરતાં પ્રભુ કૂર્મ ગામે ગયા. ત્યાં વૈશ્યાપન તાપસે આતાપના ગ્રહણ કરવા માટે પોતાની જટા (વાળ) છૂટી મૂકી હતી, તેમાં ઘણી જ જોઈને ગોશાળે તેને યૂકાશવ્યાતર” (જુઓને આશરો આપનાર) કહીને તેની મશ્કરી કરી આ રીતે જ્યાં ને ત્યાં તે અશિષ્ટ આચરણ કરતો હતો.
વૈશ્યાયન તાપસથી આ મશ્કરી સહન ન થઈ તેથી તે તાપસે ધંધાયમાન થઈને ગોશાળા ઉપર તેજોલેશ્યા (અગ્નિની જ્વાળા) છોડી. તે વખતે બાજુમાં ઊભેલા શ્રી વીરપ્રભુને થયું, ગમે તેમ તો ય આ મારો આશ્રિત છે.” તેથી દયારસના સાગર પ્રભુએ તેજલેશ્યાની સામે શીતલેશ્યા (શીતલ અંગારવાયુ) છોડીને તેજલેશ્યા ઠારી નાખીને ગોશાળાને ઉગારી લીધો. ગોશાળાએ પ્રભુને તેજોલેશ્યાની સિદ્ધિનો ઉપાય પૂછ્યો. અવશ્યભાવિ ભાવના યોગથી સર્પને દૂધ પાવાની પેઠે તેજલેશ્યાની વિધિ પ્રભુએ ગોશાળાને શીખવી.
ભગવાને તેની વિધિ શીખવી કે, સૂર્યના તડકામાં બેસવાનું, છઠ્ઠનું તપ કરવાનું, અડદના (ફક્ત નખમાં માય એટલા) બાકુળા તથા એક ઊના પાણીની અંજલિથી પારણું કરવું. આ પ્રમાણે કરનારને છ માસના અંતે તેજલેશ્યા પ્રાપ્ત થાય છે. આ