________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૮૬
તેઓ હાર્યા. એટલે શ્રીકૃષણે રણસંગ્રામમાં આવી જય મેળવ્યો. પોત્તર રાજા ગઢમાં પેસી ગયો ને કિલ્લાનાં દ્વાર બરાબર બંધ કરાવ્યાં. એટલે શ્રીકૃષ્ણ કિલ્લા ઉપર ચઢીને નરસિંહરૂપ ધારણ કરી પૃથ્વીને કંપાવી જેથી ઘણા નગરવાસીઓનાં ઘર પડી ગયાં ! તેથી ભય પામી પક્વોત્તર રાજા શ્રીકૃષ્ણ પાસે આવી નમો અને તેમનાં ચરણમાં પડી ક્ષમા માગી અને કહ્યું, “મેં પ્રથમ એ મૂઢતા કરી કે દ્રૌપદીનું હરણ કર્યું, અને અત્રે બીજી એ કે મેં આપની સાથે સંગ્રામ ર્યો. હવે મારી ઉપર ઉપકાર કરી દ્રૌપદીને અંગીકાર કરો. હું આપને નમું છું એટલે આપ મારા ઉપર હવે કોપ કરશો નહીં"
એ સાંભળી શ્રીકૃષ્ણ પોતાનું મૂળ રૂપ કર્યું. પછી પોત્તર રાજા શ્રીકૃષ્ણને નગરમાં લઈ ગયો અને ભોજન વગેરેથી તેમની ભક્તિ કરી અને અંતપુરમાંથી દ્રૌપદીને આણીને તેમને સોંપી એટલે એ મહાસતીને લઈને શ્રીકૃષ્ણ પાછા વળ્યા અને પાંડવોને લઈને મથુરા આવ્યા. ત્યાંથી કુંતી માતા હર્ષ પામી દ્રૌપદીને ઘેર લઈ ગઈ ને ત્યાં પુણ્યદાન કર્યા.
શ્રી નેમીનાથ ભગવાન મથુરામાં આવી સમવસર્યા. કુંતી માતા પાંચે પાંડવો તથા દ્રૌપદીને લઈને તેમને વંદન કરવા ગઈ અને પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો કે, "આ લોકને વિષે મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, સારું કુળ, સારું રૂપ, નીરોગી લાંબું આયુષ્ય, સારી બુદ્ધિ, શાસ્ત્રનું શ્રવણ અને શુદ્ધ સંયમ, એ સર્વ પામવાં મહાદુર્લભ છે." | ઇત્યાદિ ઉપદેશ સાંભળીને એ સાતે જણાએ સમકિત મૂળ બાર વ્રત ગ્રહણ
ક્ય. અનુક્રમે પાંચે પાંડવોએ પોતાના પુત્રને રાજ સોંપ્યું ને કુંતી તથા દ્રૌપદી સાથે ગુરુ પાસે દીક્ષા લીધી. નાની નાની તપશ્ચર્યા કરી દ્રૌપદી એકદા શ્રી શત્રુંજ્ય તીર્થે ગઈ. ત્યાં પણ ભારે તપ કરી આયુષ્ય ક્ષય થયે પાંચમે દેવલોકે ગઈ. ત્યાંથી આવીને અનુક્રમે તે થોડા ભવમાં મોક્ષ પામશે.
અધામિક પશુ સમાન છે. પાણી વલોવે માખણ ન નીકળે. આળશ એ જીવતા મનુષ્યની કબર છે.
*
*
ક
*
"સહકાર દર્શનમાંથી