________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૮૪
એક ઉદ્યાનમાં જઈ તેણે આતાપના શરૂ કરી. સાત-આઠ દિવસ થયા. એવામાં અકસ્માત ત્યાં કોઈ એક વેશ્યા એક પુરુષના ખોળામાં સૂતેલી જોઈ, બીજો પુરુષ તેણીના મસ્તક ઉપર પુષ્પની વેણી બાંધતો હતો, ત્રીજો પુરુષ વળી તેણીને પંખા વડે પવન ઢોળતો હતો, ચોથો તેના મસ્તક ઉપર છત્ર ધરી રહ્યો હતો અને પાંચમો તેણીના શરીરનો થાક ઉતારતો હતો. આ પ્રમાણે પાંચ પુરુષોથી સેવાતી ગણિકાને જોઈને સુમારિકાએ વિચાર્યું. 'અહો આ સ્ત્રીને ધન્ય છે કે, પાંચ પાંચ પુરુષ તો એની સેવા કરે છે ! અને મને તો કોઈએ સેવી નહીં પતિએ ત્યજી દીધી. આમ વિચારી સુકુમારિકાએ એવું નિયાણું બાંધ્યું કે, જો મેં આદરેલા તપનું કંઈ પણ ફળ હોય તો મને પણ એની જ પેઠે પાંચ ભરથાર મળજો. બીજી સાધ્વીઓએ એને આવું નિયાણું ન બાંધવા ઘણી સમજાવી, પણ એ માની નહીં ત્યાર બાદ આઠ માસ પર્યત સંલેખના. કરી તે સૌધર્મના વિષે નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. ત્યાંથી આવી તે પાંચાલ દેશમાં કપિલપુર નામના નગરમાં દ્રપદ નામે રાજાને ત્યાં પુત્રી તરીકે અવતરી તેનો ઘણા જ ધામધૂમથી જન્મોત્સવ ઊજવ્યો અને તેનું નામ દ્રૌપદી પાડ્યું. અનુક્રમે વયે વૃદ્ધિ પામતાં પિતાએ તેણીને ધર્મ-કર્મ શાસ્ત્રાદિમાં પ્રવીણ કરી.
વખત જતાં દ્રૌપદી યૌવન વયે પહોંચી. દ્રપદ રાજા તેણીને પરણાવવા યોગ્ય વરને શોધવાની ચિંતામાં હતા.
ઘણો વિચાર કરતાં તેણે રાધાવેધ સાધી શકનારને દ્રૌપદી સાથે પરણાવવાનું નક્કી કર્યું. અને ઘણા દેશોમાં આ અંગે કુંકુમ પત્રિકા મોકલી. બધા રાજાઓ ભેગા થયા ત્યારે દ્રપદ રાજાએ જાહેર કર્યું કે, જે કોઈ આ રાધાવેધ સાધશે તેને આ મારી પુત્રી પરણશે.
રાધાવેધમાં એક ઊંચો સ્તંભ ઊભો કર્યો હતો. તેના ઉપર એક ફરતું ચક ગોઠવેલ, તે ઉપર એક પૂતળી મૂકેલ. નીચે ભૂમિ ઉપર તેલની ભરેલી એક કાઈ મૂકી. હવે નીચે તેલની કઢાઈમાં પડતા પ્રતિબિંબ તરફ જ નજર રાખી. ઉપર ફરતા એવા એ ચન્ની ઉપર રાખેલી પૂતળીના ડાબા ચલુને તીર વડે વિંધવાની હતી. રાધા એટલે પૂતળી અને વેધ એટલે વીંધવું. આ કામ કરવા ઘણા રાજા તથા રાજકુમારોએ મહેનત કરી પણ કોઈ કરી શક્યું નહીં, ત્યારે અર્જુને ઊભા થઈ આસાનીથી એ પૂતળી વીંધી અને રાધાવેધ સાધ્યો. તે વખતે દ્રૌપદીએ તેના કંઠમાં વરમાળા આરોપી તે વરમાળા બીજા અર્જુનના ચારે ભાઈઓના કંઠમાં પણ પડી! આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. હવે શું કરવું? વરમાળા તો પાંચે ભાઈઓના ગળામાં હતી. એવામાં ત્યાં