________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૮૫
અકસ્માતે ચારણ શ્રમણ મહાત્મા પધાર્યા. તેમણે સર્વેએ ઊભા થઈ નમન કર્યું અને તેમની પાસે ધર્મોપદેશ શ્રવણ કર્યો. ત્યાર બાદ દ્રપદ રાજાએ જ્ઞાની મહાત્માને પૂછ્યું કે, “મારી પુત્રીએ અર્જુનના કંઠમાં આરોપેલી વરમાળા બીજા ચારેને કંઠમાં કેવી રીતે પડી ? હવે કેમ થશે ?”
તે વખતે મુનિએ દ્રૌપદીને પૂર્વ ભવમાં કરેલું કર્મ ભોગવવાનું છે એમ કહી ઉપર કહ્યું તે ભવોનું વર્ણન કર્યું. આ વૃત્તાંત સાંભળી દ્રપદ રાજાએ દરેક જણ કર્મનાં જ ફળ ભોગવે છે એમ સમજી મન વાળ્યું અને પાંચ પાંડવો દ્રૌપદીને લઈ હસ્તિનાપુર આવ્યા. અને પાંચ પાંડવ દ્રૌપદીને પોતપોતાને વારે ભોગવવા લાગ્યા.
એકદા દ્રપદી પોતે પોતાનું શરીર દર્પણમાં જોતી હતી. તેવામાં નારદ ઋષિ ત્યાં આવ્યા. પણ દ્રૌપદી અરીસામાં પોતાનું રૂપ નીરખતી હતી તેથી તેને નારદના આગમનની જાણ થઈ નહીં. એટલે નારદ રોષ સહિત ત્યાંથી ઊભા થઈ ઘાતકી ખંડમાં આવેલી અમરકંકા નગરીએ ગયા. ત્યાંના રાજા પધોત્તરના રાજદરબારમાં પહોંચ્યા. રાજાએ વિનયપૂર્વક તેમને વંદન કર્યું અને પધારવાનું પ્રયોજન પૂછ્યું.
નારદે ઉત્તર આપ્યો કે, હું હસ્તિનાપુર ગયો હતો, ત્યાં પાંડવોના અંતઃપુરમાં મેં દ્રૌપદીને જોઈ. તેવી એક પણ સ્ત્રી તારા અંતઃપુરમાં નથી.” એથી પોત્તર રાજાએ તેણીને લાવવા એક દેવને આરાધ્યા. તેથી દેવ દ્રપદીને હસ્તિનાપુરથી ઉપાડી અમરકંકાના રાજા પાસે લઈ આવ્યો. રાજાએ દ્રૌપદીને કહ્યું, "હે દ્રૌપદી! તું મારી સાથે ભોગ ભોગવ. આ રાજ્ય તારું છે એમ સમજ. તું મારી સર્વ પત્નીઓમાં મુખ્ય ગણાઈશ અને હું મારું સર્વ કામ તને પૂછીને કરીશ." આ પ્રમાણે દ્રૌપદીને ઘણા પ્રકારે લોભાવવાનો પ્રયત્ન ર્યો, પણ તેથી તેણીના અંત:કરણને વિષે લેશ પણ વિકાર થયો નહીં. તે તો પંચપરમેષ્ઠીના ધ્યાનમાં જ લીન રહી અને ત્યાં છ-અટ્ટમ આદિ તપ કરવા લાગી.
અહીં દ્રૌપદીનું હરણ થયું જાણી પાંચે પાંડવો શ્રીકૃષ્ણ પાસે ગયા, ને તેમને આ વાત જણાવી. શ્રીકૃષ્ણ ધ્યાન ધરી દ્રૌપદીને કોણ હરી ગયું છે તે હમણાં જણાતું નથી એમ કહ્યું. એટલામાં તો નારદ પોતે ત્યાં આવ્યા. તેને શ્રીકૃષ્ણ પૂછ્યું, હે નારદ ઋષિ ! તમે ક્યાંય દ્રૌપદીને દીઠી ? નારદે ઉત્તર આપ્યો, ઘાતકી ખંડની અમરકંકા નગરીના રાજા પોત્તરના અંતઃપુરમાં મેં એક દ્રપદી જેવી સ્ત્રી જોઈ હતી તે સાંભળી શ્રીકૃષ્ણ સુસ્થિત દેવને આરાધો, એટલે છએ જણને રથમાં બેસાડી સુસ્થિત દેવે અમરકંકાનગરી સુધી પહોંચાડ્યા, ત્યાં કૃષ્ણ સિવાય પાંચ પાંડવોએ રાજા પક્વોત્તર સાથે યુદ્ધ કર્યું પણ તેમાં