________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૫૯ કુમારપાળે કહ્યું, હે આચાર્યદેવ ! આપ તો જ્ઞાની છો. રાજાના ઘરમાં જન્મ લેવા છતાં વન-વન ભટકું છું. મને કહો કે આ અસહ્ય દુખનો અંત ક્યારે આવશે? મારા પ્રારબ્ધમાં સુખ છે કે નહીં?
આચાર્યદેવ ધ્યાનસ્થ બન્યા. તેમને દેવી અંબિકાના શબ્દો યાદ આવ્યા. તેમણે આંખો ખોલી કુમારપાળને કહ્યું, 'વત્સ ! તને થોડા વખત પછી રાજ્ય મળશે ! તું આ ગુજરાતનો રાજા બનીશ.'
"કુમારપાળ આ વાત પર હસી પડ્યો. તેણે કહ્યું, જ્યાં એક ભિખારી કરતાંય મારી ખરાબ દશા છે; ક્યારેક બે ત્રણ દિવસ સુધી ખાવા અન્ન નથી મળતું એવો હું અભાગી રાજા બનીશ? ના રે ના ?
ગુરુદેવે કહ્યું, કુમાર ! તારી વાત પણ સાચી છે . આવી સ્થિતિમાં તેને રાજા બનવાની વાત સાચી ના લાગે પરંતુ મને તારું ભવિષ્ય ઘણું જ ઊજળું લાગે છે."
આ વખતે મહામંત્રી ઉદયન ઉપાશ્રયમાં આવ્યા - તેમણે ગુરુદેવને વંદના કરી બાજુમાં બેઠા.
કુમારે વિચાર્યું - આ યોગી પુરુષ છે. તેમનું કથન ખોટું ન હોય. પણ લાવ પૂછી લઉં કે ક્યારે મને રાજ્ય મળશે.
તેણે ગુરુદેવને પૂછ્યું, હે યોગીરાજ ! શું તમે કહી શકશો કે ક્યા વર્ષમાં, ક્યા મહિનામાં ને કઈ તિથિના દિવસે હું રાજા થઈશ !"
ગુરુદેવે ધ્યાન ધરી જવાબ આપ્યો, વિ.સં. ૧૧૯૯, માગસર વદ ચોથના દિવસે તને રાજગાદી મળશે.”
તેમણે શિષ્ય પાસે આ ભવિષ્યકથન બે કાગળ પર લખાવ્યું. એક કાગળ કુમારપાળને આખો અને બીજો કાગળ મહામંત્રી ઉદયનને આખો.
આચાર્યદેવે બાજુમાં લઈ જઈ ઉદયન મંત્રીને કુમારપાળની તકલીફ સમજાવી અને એને સંભાળી રાખવા સમજાવ્યું. અને કહ્યું, આ ભવિષ્યનો રાજા છે. તેની પ્રાણ રક્ષા કરવાની છે. સિદ્ધરાજ તેને મારવા પ્રયત્નશીલ છે. તેને તમારી હવેલીમાં કોઈને ખબર ન પડે તેમ રાખજો." આચાર્યશ્રીની આજ્ઞા મુજબ તેઓ કુમારપાળને પોતાને ત્યાં લઈ ગયા. ઘણા વખતે કુમારપાળે ત્યાં સ્વાદિષ્ટ ભોજન કર્યું અને થાક ઉતારવા નિરાંતે બાર કલાકની ઊંઘ ખેંચી કાઢી