________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૬૬
ગુરુદેવ હેમચંદ્રાચાર્યના ઉપદેશ મુજબ આ રીતે ઘણાં જૈન મંદિર કુમારપાળે બંધાવ્યાં. આ દેરાસરોમાં હંમેશાં પુષ્પપૂજા થાય તે માટે દરેક દેરાસરની બાજુમાં એકેક બગીચો પણ રાખ્યો. એ બગીચામાં જે કોઈ કૂલો થતાં એ જિનેશ્વર ભગવાનની પૂજામાં વાપરવામાં આવતાં.”
ભરૂચમાં પણ એવું જ એક દેરાસર 'સમડી-વિહાર' હતું તે પણ જીર્ણ થઈ ગયું હતું. ભરૂચના દંડનાયક શ્રી આદ્મભટ્ટે આ મંદિરને નવેસરથી બાંધવા માંડ્યું. ત્યાંની દેવી નર્મદાએ વચ્ચે વિઘ્ન નાખ્યું. એટલે પાયો ખોદાણો તેમાં દેવી નર્મદાએ મજૂરોને ફેંકી દીધા અને પ્રગટ થઈ કહ્યું, “આ પાયો વધુ ઊંડો ખોદી મારું અપમાન કર્યું છે. આ માટે મને એક બત્રીશ લક્ષણા સ્ત્રી-પુરુષનું બલિદાન આપ.” દેવીને બલિદાન માટે આમ્રભટ્ટ અને તેમની પત્ની પોતાનો ભોગ આપવા તૈયાર થયાં અને નવકાર મંત્રનું ધ્યાન ધરી બન્ને જણ ખાડામાં એકસાથે કૂદી પડ્યાં. આ જોઈ દેવી નર્મદાએ પ્રગટ થઈ આમ્રભટ્ટ અને તેમની પત્નીનો મનુષ્યપ્રેમ અને પ્રભુભક્તિ જોઈ, નવું જીવન આપ્યું. બધા મજૂરો અને આમ્રભટ્ટ તથા તેમનાં પત્ની સાજ સારું થઈ ખાડામાંથી બહાર આવ્યાં."
દંડનાયક આમ્રભટ્ટે દેવીને ઉત્તમ ફળ અને નૈવેદ્ય ચડાવી તેની પૂજા કરી અને દેરાસર બીજા કોઈ ઉપદ્રવ વિના બંધાયું. ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળે પણ ભરૂચ આવી ભગવાન મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી.
ત્યાર બાદ આમ્રભટ્ટ સખ્ત માંદગીમાં સપડાયા. દંડનાયકની વૃદ્ધ માતાએ દેવી પદ્માવતીની આરાધના કરી. દેવી પદ્માવતી પ્રગટ થયું. તેમણે કહ્યું :
"ગુરુદેવ હેમચંદ્રસૂરી જ આમને સારું કરી શકે એમ છે. આ દૈવી ઉપદ્રવ છે. તેને ગુરુદેવ જ શાંત કરી શકશે.”
માતાએ બે પુરુષોને પાટણ મોકલી ગુરુદેવને આ સંદેશો મોકલાવ્યો. ગુરુદેવ ગંભીર વિચાર કરી શિષ્ય યશશ્ચંદ્રને સાથે લઈ આકાશ માર્ગે પ્રયાણ કરી અલ્પ સમયમાં ભરૂચ પહોંચ્યા અને શ્રી યશચંદ્રે સૈંધવી દેવી જેણે આ ઉપદ્રવ કર્યો હતો તેને યોગ દ્વારા વશ કરી શ્રી આદ્મભટ્ટને નીરોગી કર્યા.
શ્રી હેમચંદ્રસૂરીજીએ રાજા કુમારપાળને શત્રુંજ્ય તીર્થની જાત્રાનું ફળ બતાવ્યું. કુમારપાળે રાજી થઈ જાત્રા કરવાની હા કહી. મોટા સંઘ સાથે પગપાળા જાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી પણ ન ધારેલ એક વિઘ્ન આવ્યું.