________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૭૬
એમ છે તો તું તારા મનને અને ઇન્દ્રિયોને શી રીતે રોકી શક્યો?" યે જવાબ આપ્યો કે, "મહારાજ, મરણના ભયથી મેં મન અને ઇન્દ્રિયોને સ્વાધીન રાખી હતી ત્યારે રાજાએ કહ્યું કે, જ્યારે એક વારના મરવાના ભયે તે તારો થતો પ્રમાદ અટકાવ્યો કે જેથી તું ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખી શક્યો, ત્યારે અનંતા ભવના જન્મમરણોના ભય દેખી જૈન મુનિઓ પોતાની ઇન્દ્રિયો અને મને પોતાને વશ રાખે એમાં શી નવાઈ ! જરા ધ્યાન દઈ હું કહું છું તે સાંભળ" -
"જો ઇન્દ્રિયોને વશ રાખેલી ન હોય તો તે દુઃખને આપનારી થાય છે માટે જો દુ:ખથી દૂર રહેવું હોય તો બધી ઈન્દ્રિયો પોતાને સ્વાધીન રાખો.” વળી રાગ અને તે જીતાય તો ઇન્દ્રિયોનો જ્ય ર્યો ગણાય. માટે હિતકારક કાર્યોમાં ઇન્દ્રિયોને રોકવી નહીં. પણ અહિત કાર્યોમાં પ્રવર્તતી ઇન્દ્રિયો તરત જ રોકવી. સંયમધારી પુરુષો એ પ્રકારે વર્તે છે.
રાજાના આવાં હિતકારી વચનો સાંભળી જ્ય શેઠ સમજી જવાથી બોધ પામ્યો અને જૈનધર્મ અંગીકાર કર્યો. આવી રીતે ઘણા લોકોને પ્રતિબોધ પમાડી પહ્મશેખર રાજા છેવટે દેવગતિને પામ્યો.
મહાવીર સંદેશ
જ્યારે લોકો અરસપરસના લોહી માટે તરસ્યા હતા; - જ્યારે ઉચ્ચ જાતિના મદમાં મસ્ત બનીને ઉચ્ચ વર્ણવાળા માનવતા સુદ્ધાં વીસરી ગયા હતાં;
અને જ્યારે અબળાઓ તથા શુદ્રો સાથે પશુતુલ્ય વ્યવહાર આચરવામાં આવતો હતો, ત્યારે શ્રી મહાવીર સ્વામીએ બુલંદ અવાજે ઘોષણા કરી કે, જાતિ નામ કર્મના ઉદયથી ઉત્પન થયેલ મનુષ્યની જાતિ એક છે, આજીવિકાના ભેદને કારણે તેમાં ભેદભેદની કલ્પના દાખલ થઈ ગઈ છે. વ્રતના સંસ્કારબળથી બ્રાહ્મણ, હથિયાર ધારણ કરવાથી ક્ષત્રિય, નીતિપુર:સર દ્રવ્ય પેદા કરવાથી વૈશ્ય અને સમાજની સેવા કરીને આજીવિકા કરવાથી શૂદ્રના વર્ણભેદ ઊભા કરવામાં આવેલ છે, આ ભેદ કે વર્ણ કાંઈ જન્મ સાથેના નથી.