Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 302
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૭૫ કે રાજાનો એક લાખની લાગતનો હાર ખોવાયો છે, તે જેની પાસે હોય તે તરત રાજ દરબારમાં આપી જાય, તેને નિરપરાધી ગણી હાર લઈ છોડી દેવામાં આવશે. આઠ દિવસમાં આ હાર પાછો દરબારમાં નહીં આવે તો દરેકના ઘરની ઝડતી લેવાશે અને જેને ત્યાંથી મળશે તેને ચોર ગણી તેનો દંડ કરવામાં આવશે, પરંતુ કોઈ એ હાર આપી ગયું નહીં તેથી રાજાએ નગરના તમામ ઘરની ઝડતી લેવાનો હુકમ કર્યો આ ઝડતી લેતાં આ હાર " વાણિયાને ત્યાંથી મળી આવ્યો, તેથી રાજસેવકોએ તરત જ જ્ય શેઠને બાંધી રાજા પાસે લાવી ઊભો કર્યો. જ્યારે એ રંગે હાથ પકડાયો છે ત્યારે એને મારી જ નાખવો જોઈએ એમ રાજાએ ફરમાવ્યું. ત્યારે તેનાં સગાંવહાલાં રાજા પાસે આવી કરગરવા લાગ્યાં. રાજાએ તેમને જણાવ્યું કે, પ્રત્યક્ષ પુરાવા મળ્યા છતાં તમે એને છોડી દેવા કહો છો તે કેમ બને ? પરંતુ તમે જ્યારે એના માટે આટલા બધા કરગરો છો તો હું જેમ કહું તેમ જો એ કરે તો એને જરૂર છોડી દેવામાં આવશે. ત્યારે સગાંવહાલાં બોલી ઊઠ્યાં છે, જેમ તમો કહો તેમ એ કરવા તૈયાર છે. ત્યારે રાજાએ કહ્યું, કે તેલનું ભરેલું એક વાસણ એના હાથમાં આપવામાં આવે તે લઈ આખા નગરના ચોરાસી ચૌટા ફરી આવે પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ જમીન પર પડવા દે નહીં અને જેવું ભરી આપેલું હોય તેવું ને તેવું જ તે વાસણ જો મને પાછું લાવી આપે તો જરૂર તેને છોડી મૂકીશ. પણ જો તેમાંથી એક પણ ટીપું જમીન પર પડ્યું તો તરત અમારા નોકરો તેનું માથું કાપી નાખશે. આમ કરવું તે કબૂલ કરે છે? મરણની બીકથી (મોતથી બચવા માટે) તેણે તે પ્રમાણે કરવા કબૂલ કર્યું અને તેવી રીતે જ્યારે તે તેલનું પાત્ર હાથમાં લઈને ફરવા નીકળ્યો ત્યારે રાજાએ આખા નગરના લોકોને એવો હુકમ આપ્યો કે ઠેકઠેકાણે નૃત્યાંગના સારાં આભૂષણો પહેરી નૃત્ય કરે - ગણિકાઓ ઉત્તમ શણગાર સજી સર્વ ઇન્દ્રિયોને સુખાકારી લાગે તેવાં નાટક-ગાયનો ચોરે ચૌટે આના આગમન વખતે કરે. આ પ્રમાણે નાટક, નૃત્યગાન, હાવભાવ વગરે દિલ લોભાવનારા કાર્યક્રમો તેના ફરવાના રસ્તે થવા લાગ્યા. જ્ય શેઠ આ બધા વિષયોમાં રસિક હતો. જાણતો હતો કે જો આ પાત્રમાંથી એક ટીપું પણ જમીન પર પડશે તો આ રાજસેવકો જે નાગી તલવાર સાથે બાજુમાં જ ચાલે છે તે માથું કાપી નાખશે, એવા મરણના ભયથી આ બધા દેખાવો તરફ નજર ન નાખતાં બધી જગ્યાએ ફરી રાજા પાસે આવ્યો અને એક પણ બિંદુ પડ્યા વગરનું તેલનું ભરેલ પાત્ર રાજાને આપ્યું ત્યારે રાજાએ હસીને તેને કહ્યું કે, "તું તો કહે છે કે, આ ઇન્દ્રિયો અને મન એ અત્યંત ચપળ હોવાને લીધે કોઈથી રોકી શકાતાં નથી ! જો

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356