________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૮૧
અધર્મીને ધિક્કાર છે !” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભવ બોલ્યો કે, "હે મહાત્મા ! મને આજ્ઞા આપો, મારે શું કરવું ?”
જંબૂકુમારે જવાબ આપ્યો કે, "જે હું કરું તે તું પણ કર."
પછી પ્રાત:કાળે સંઘ તથા પ્રભુપૂજન કરીને વડીલોને નમસ્કાર કરી કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ધારણ કરીને પુરુષોથી વહન કરાતી શિબિકામાં આરૂઢ થયા. માર્ગમાં દીન લોકોને દાન કરતા અને લોકોને રંજન કરતા - વાજિંત્રોના નાદ સાથે જ્યાં સુધર્મા સ્વામી બિરાજતા હતા ત્યાં આવ્યા. સાથે પોતાની આઠ પત્નીઓ પોતપોતાનાં માબાપ સાથે, પ્રભવ સહિત પાંચસો ચોરોને પણ લાવ્યા હતા. સર્વે સુધર્મા સ્વામી પાસે આવ્યા પછી નમન વંદન કરી જંબૂકુમારે પોતાના કુટુંબ અને ચોરો સહિત (૫૨૭) પાંસચો સત્તાવીશ જણાને દીક્ષા આપવા અનુરોધ કર્યો. એટલે સુધર્મા સ્વામીએ પોતાના હાથે જંબૂ કુમારને તેના પરિવાર સાથે તથા બધા ચોરોને પણ દીક્ષા આપી જંબૂસ્વામીને તેમના શિષ્ય તરીકે પ્રભવ મુનિની સોંપણી કરી.
શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી દશ વર્ષે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને ગણધર પદવી આપી અને ત્યાર બાદ ચોપન વર્ષે જંબુસ્વામીએ પ્રભવ સ્વામીને ગણધર પદવી આપી.
પ્રભવ સ્વામી ગણધર થયા બાદ શ્રી જંબૂસ્વામીને કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયા. આ કાળમાં જંબૂસ્વામી છેલ્લા મોક્ષે ગયા છે.
સાચી શ્રીમંતાઈ
સચ્ચાઈનો સાદો રોટલો ખાવામાં જ જિંદગીની ખરી લિજજત છે. દેશમાં બેસુમાર માણસો ભૂખના દુ:ખથી પીડાતા હોય યારે શ્રીમંત બનીને માલમલીદા ખાવામાં, એશઆરામ ભોગવવામાં માણસાઈનો દ્રોહ છે, જીવનની મુખ્ય મૂડી જ માણસાઈ છે, પૈસો નહિ. હૃદયની શ્રીમંતાઈ તે જ સાચી શ્રીમંતાઈ છે.