________________
જૈન શાસનના ચમકતા હીરાઓ પ ર૭૯
શો વિશ્વાસ ? માટે હે પ્રિયે તે લક્ષ્મીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બોલી કે," છએ દર્શનનો મત એવો છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હોવાને લીધે ગૃહસ્થાશ્રમીનો ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે, “આ દાનાદિક ગૃહસ્થીઓનો ધર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું ધીર પુરુષો પાલન કરે છે અને કાયર મનુષ્યો તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે, “સાવઘનું પાપયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહસ્થધર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય ? કારણ કે ગૃહી અને મુનિના ધર્મમાં મેરુ અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે."
પછી ત્રીજી પધસેના બોલી કે, “કદલીના ગર્ભ જેવું કોમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી." જંબૂએ કહ્યું કે, “અરે, કૃતઘ્ની અને ક્ષણભંગુર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે ?”
પછી ચોથી કનકસેના બોલી કે, “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભોગ ભોગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું. તો તમે શું કાંઈ નવા મોક્ષની ઇચ્છાવાળા થયા છો ?" જંબૂએ કહ્યું કે, “જિનેશ્વરી અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પોતાના વ્રત યોગ્ય સમયને જાણે છે, માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણા જેવા સામાન્ય મનુષ્યોની શી સ્પર્ધા ? પ્રાણીઓના જીવિત રૂપી મહા અમૂલ્ય રત્નને કાળ રૂપ ચોર અણચિંતવ્યો આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષો સંયમ રૂપી પાથેય લઈને તેના વડે મોક્ષપુરીને પામે છે કે જ્યાં આ કાળ રૂપ ચોરનો જરા પણ ભય હોતો નથી"
પછી પાંચમી નભસેના બોલી કે, હે પ્રાણનાથ ! આ પ્રત્યક્ષ અને સ્વાધીન એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઇચ્છા કરો છો ? જંબૂએ જવાબ આપ્યો કે, હે પ્રિયા ! સુધા, તૃષા, મૂત્ર, યુરીયા અને યોગાદિકથી પીડ પામતા આ મનુષ્ય દેહમાં ઇષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે? કાંઈ નથી
પછી છઠ્ઠી કનકશ્રી બોલી કે, "પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખની વાતો કરવી તે ફોગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભોગ જ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું? ખેતરમાં વૃષ્ટિથી જ અન્ન પાડ્યું હોય તો પછી કૂવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે ? કુમારે તેને જવાબ આપ્યો કે, “હે પ્રિયા ! તારી બુદ્ધિ બરાબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ધદર્શીપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જણને હિતકારી થતું