________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૬૫
તીર્થકરોની વાણી બંધ થઈ ગઈ. તેઓ અશ્ય થઈ ગયા.
પછી કુમારપાળના પૂર્વજ રાજાઓ પ્રગટ થયા. તેઓ કુમારપાળને ભેટ્યા. ગુરુદેવને વંદન કરી પછી કુમારપાળને કહેવા લાગ્યા :
“વત્સ, કુમારપાળ ! ખોટો ધર્મ છોડીને સાચો ધર્મ તેં સ્વીકાર્યો છે. આવો પુત્ર હોવા બદલ અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. જિન ધર્મ જ મુક્તિ અપાવવા સમર્થ છે. માટે તારા ચંચલ ચિત્તને સ્થિર કર અને તારા પરમ ભાગ્યે મળેલા આ ગુરુદેવની સેવા કરે અને તેમની આજ્ઞાનું પાલન કર." - આ પ્રમાણે કુમારપાળને સલાહ આપી પૂર્વજો પણ હવામાં ઓગળી ગયા.
કુમારપાળ સ્તબ્ધ થઈ ગયા. હેમચંદ્રાચાર્યે તેને સમજાવ્યું. દેવબોધિ પાસે તો એવી એક જ કળા છે. જ્યારે મારી પાસે આવી સાત કળાઓ છે. આ બધી ઇન્દ્રજાળ છે. અમે બંનેએ તમને જે દેખાડ્યું તે સ્વપ્ન જેવું છે. સાચું તો સોમનાથ મહાદેવે જે જૈનધર્મ પાળવાનું કહેવું છે તે જ છે.
રાજાના મનનું સમાધાન થયું. તેણે હેમચંદ્રાચાર્યને વંદન કર્યું. અને એક નવો ઉપકાર કરવા બદલ આભાર માન્યો.
એક દિવસ કમારપાળ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે બેઠો છે. તે પોતાના ભૂતકાળની રખડપટ્ટીની વાતો કરે છે અને કહે છે : “એક દિવસ સિદ્ધરાજના ભયથી છુપાતો છુપાતો અરવલ્લીના પહાડ ઉપર એક વૃક્ષ નીચે બેઠો હતો. ત્યાં તેણે એક ઉંદર દરમાંથી બહાર નીકળતો જોયો. તેના મોંમાં ચાંદીનો સિક્કો હતો. તે એક જગ્યાએ ઝાડ નીચે મૂક્યો. પાછો દરમાં ગયો અને બીજા સિક્કા સાથે બહાર આવ્યો. એ રીતે તે ૩ર બત્રીસ સિક્કા બહાર લાવ્યો. મને વિચાર આવ્યો કે ઉદર આ સિક્કાને શું કરશે ? તેથી ઉદર દરમાં ગયો એટલે તે સિક્કા મેં લઈ લીધા અને ઉંદર બહાર આવ્યો ત્યારે સિક્કા ન જોતા ઉદરે પોતાનું માથું પથ્થર પર પટકવા માંડ્યું. આમ પોતાનું માથું પથ્થર પર પછાડી તે ઉંદર મરી ગયો અને મને ઘણો પશ્ચાત્તાપ થયો કે, આ તિર્યંચના જીવને પણ લક્ષ્મીનો મોહ છે. પ્રભુ આ પાપનું પ્રાયશ્ચિત્ત મને આપો.”
ગુરુદેવે કહ્યું, "કુમારપાળ, જે જગ્યાએ ઉંદર મૃત્યુ પામ્યો ત્યાં એક ભવ્ય દેરાસર બંધાવ એ જ પ્રાયશ્ચિત્ત છે."
કુમારપાળે ત્યાં જ એક ભવ્ય મોટું દેરાસર બંધાવ્યું. આજે પણ તારંગાના પહાડ ઉપર એ દેરાસર ઊભેલું છે. તેમાં ભગવાન અજિતનાથની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે.