________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૭૧ તેમની તેમ જ જૈન શાસનની ઘણી ઉન્નતિ થવા લાગી અને તેથી તેઓ મોટા સિદ્ધ પ્રભાવક ગણાતા હતા.
વિચરતા વિચરતા પાદલિપ્તસૂરિ ઢાકામાં આવ્યા, ત્યાં નાગાર્જુન નામના યોગીએ પોતાનાં કળાકૌશલ્યથી ઘણા લોકોને મોહિત કર્યા હતા. એવો નાગાર્જુન યોગી આકાશગામીની વિદ્યા શીખી લેવા માટે કપટથી તેમનો શ્રાવક બન્યો. તે દરરોજ આવીને વંદન કરવાના બહાને પગનો સ્પર્શ કરી સુધી સૂધી એકેકી ઔષધિ ધારી લેતો. એમ એકસો ને સાત ઔષધિઓ તેણે ઓળખી લીધી. તેની મેળવણી કરી પગમાં લેપ કરીને ઊડવા લાગ્યો. થોડુંક ઉડાયું ખરું પણ કૂકની જેમ પાછો જમીન ઉપર પડી જતો. દરરોજ એક બે વાર ઊડી ઊડીને પડતો તેથી તેના પગમાં તેમ જ ગોઠણ ઉપર કેટલાક ઘાવ પડ્યા. તે દેખીને પાદલિપ્તસૂરિએ જ્યારે તેને પૂછ્યું, ત્યારે તેણે ખરેખરી વાત કહી દીધી. તેથી તેની બુદ્ધિ જોઈ ગુરુ તેના ઉપર ઘણા જ પ્રસન્ન થયા. પછી તેને સાચો શ્રાવક બનાવી કહ્યું કે, તેં જે એકસો સાત ઔષધિ મારાથી છાની રીતે શીખી લીધી તે બધી ખરી અને બરાબર છે પણ તે બધી સામગ્રી ભેગી કરી સાઠી ચોખાના ધોવણમાં મેળવી પગે લેપ કરીએ તો સારી રીતે ઊડી શકાય છે. આ વાત તેણે બરાબર સમજી લઈ તેણે તે પ્રમાણે કર્યું અને તે આકાશગામીની વિદ્યા શીખી ગયો.
આ શીખ્યા પછી નાગાર્જુનને સ્વર્ણ સિદ્ધિ સાધવાની ઇચ્છા થઈ તેથી તેની પાછળ પડી તે પણ તેણે મેળવી આ મિશ્રણ બાવન તોલે ફક્ત એક રતી પથ્થર યા લોખંડ પર પડતાં સોનું બની જાય એવા કોટી વેધ રસનો એક બાટલો તૈયાર કરી પોતાના શિષ્યની સાથે પોતાના ગુરુ શ્રી પાદલિપ્તાચાર્યને ભેટ મોકલાવ્યો. ગુરુ મહારાજે બાટલો હાથમાં લઈ કહ્યું કે, અમારે તો સુવર્ણ કે કાંકરા બન્ને સરખાં જ છે. એટલે અમારે કંઈ આની જરૂર નથી. આ તો અનર્થનો જ હેતુ છે. એટલે આ અમે રાખવાના નથી. અમને આ સીસો શા માટે મોકલ્યો ? એમ કહી તે મિશ્રણ રાખના કુંડામાં ફેંકી દીધું અને ખાલી થયેલા એ સીસામાં પોતાનો પેસાબ ભરી રીસ બતાવી તેને પાછો આપી દીધો. તે શિષ્ય નાગાર્જુન પાસે જઈ આ બનેલી બીના બધી કહી સંભળાવી, તેથી નાગાર્જુન બહુ ગુસ્સે થઈ બોલ્યો કે, અરે ! ગુરુ આટલા બધા અવિવેકી કે જેણે કોટી વેધ રસને પોતાના પેસાબ બરાબર ગણ્યો. એમ કહી તે સીસો એક પથ્થરની શિલા પર પછાડ્યો, કે તરત જ તે શિલા જો કે પથ્થરની હતી તો પણ