________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૭૦
શ્રી પાદલિપ્તાચાર્ય
અયોધ્યા નગરીમાં પડીમા શ્રાવિકાના પુત્રે આઠ વર્ષની ઉંમરે નાગહસ્તીસૂરીની પાસે દીક્ષા લીધી હતી. એક વખત તે શિષ્ય કોઈક શ્રાવકના ઘરેથી ચોખાનું ધોવણ વોહરી લાવ્યો અને ગુરુને દેખાડ્યું. ગુરુએ કહ્યું, તું ભલે લાવ્યો પણ આની આલોચના જાણે છે ? અહીયાં ગુરુના પૂછવાનો ભાવ એ હતો કે આ ધોવણ કેટલીક વાર ચિત હોય છે અને કેટલીક વાર અચિત્ત હોય છે. માટે આ ધોવણ વિચાર કરીને લાવ્યો છે ને ? જો વિચાર્યા સિવાય લાવ્યો હોય તો તેની આલોયણા લેવી પડશે. અહીંયા આલો ણા એ એક જાતની શિક્ષાના અર્થમાં ગુરુએ પૂછેલ, પણ શિષ્ય તો વ્યાકરણના હિસાબે વિચારવા લાગ્યો, એટલે આલોયના એક નામ છે અથવા વિચારવાની ક્યિા છે. એટલે ગુરુ પૂછે છે કે આ ધોવણ વિચારીને લીધું છે કે કેમ ? એટલે તેણે જવાબ આપ્યો કે, "હા મહારાજ ! રાતા કમલના પત્ર જેવાં જેનાં નેત્ર છે, પ્રફુલ્લિત પુષ્પ કળીઓ જેવી જેની દાંતની પંક્તિઓ છે, એવી નવી પરણેલી જુવાન સ્ત્રીએ, નવી ડાંગરના તુરતના છડેલા ચોખાના ધોવરામણનું ઠારેલું પાણી મને ઘણા હર્ષથી વહોરાવ્યું છે.” આવો શૃંગારીક જવાબ સાંભળી ગુરુ કોપાયમાન થઈ ગયા, તેથી તરત જ બોલી ઊઠ્યા કે, "જા જા, 'પલિત' (પાપથી લેપાયેલા)” ત્યારે તેણે ગુરુની સમીપ આવી કહ્યું કે, “મહારાજ, આપે મને જે આશીર્વાદ આપ્યો તેમાં એક અક્ષર અને એક કાનાનો વધારો કરોની ! જેથી હું "પાયલિત્ત" થાઉં (પાયલિત્ત એટલે પગમાં લેપ કરવાથી ઊડવાની શક્તિ આવે એવો).” ગુરુમહારાજ આ શિષ્યની બુદ્ધિ જોઈ રીસ કરવાને બદલે ઊલટા તેના પર પ્રસન્ન થયા અને તેને તે વિદ્યા આપી. એટલું જ નહીં પણ છેવટે તેની યોગ્યતા જોઈ તેનું નામ “પાદલિપ્તાચાર્ય” સ્થાપન કરી આચાર્ય પદ આપ્યું.
૯૨.
પાદલિપ્તાચાર્ય ગુરુકૃપાથી મહા વિચક્ષણ થયા અને અનુક્રમે વિહાર કરી ખેડા નગરે આવ્યા. ત્યાં (૧) જીવાજીવોત્પત્તિ પ્રાકૃત, (૨) વિદ્યા પ્રાભૃત. (૩) સિદ્ધ પ્રાકૃત, (૪) નિમિત્ત પ્રાભૂત, એવી ચાર સિદ્ધ વિદ્યાઓ મેળવી. આથી કેટલીક વસ્તુઓના યોગ મેળવી પગે લેપ કરવાથી આકાશે ઊડવાની શક્તિ તેમણે મેળવી તેથી તેઓ દરરોજ પાંચે તીર્થની જાત્રા કરી આવ્યા પછી જ આહાર- ૨-પાણી કરતાં આવી વિદ્યાઓથી