________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૭ર
પેલા પેસાબના મહિમાથી સુવર્ણ શિલા બની ગઈ. આ જોઈ નાગાર્જુન વિસ્મય પામી ગયો અને લજવાઈ જઈ બોલ્યો :
“મેં તો મહા મહેનતે ફ્લેશ સહન કરી જે કોટી વેધ રસ બનાવેલો હતો તે અથવા તેવો કોટી વેધ રસ તો એમના શરીરથી ઉત્પન્ન થયેલા પેસાબમાં પણ સ્વભાવથી જ રહેલો છે. માટે ધન્ય છે એઓને.”
પછી નાગાર્જુને પોતાનું બધું અભિમાન છોડીને પાદલિપ્તાચાર્યને કલ્પવૃક્ષના જેવા માની તેઓની સેવામાં આવીને રહ્યો.
એક વખત શાલિવાહન રાજાના દરબારમાં ચાર મોટા પંડિતો એકેક લાખ લોકનાં બનાવેલાં ચાર મોટાં પુસ્તકો લઈને આવ્યા. રાજાને આ પુસ્તકો વાંચવા કહ્યું રાજાએ આટલાં મોટાં પુસ્તકો વાંચવાની ફુરસદ નથી એમ કહ્યું એટલે પંડિતોએ તેનો સાર નાના પુસ્તકોમાં કરી રાજાને વાંચવા કહ્યું. રાજાએ તે પણ વાંચવા કુરસદ નથી એમ જણાવ્યું. આથી પંડિતોએ એક જ શ્લોકમાં સાર રજૂ કર્યો. જે સાંભળી રાજા ઘણો ખુશ થયો. તેમાં આત્રેય નામના પંડિતે આખા વૈદક શાસ્ત્રનો સાર એક જ પાદમાં સંભળાવ્યો જીર્ષે ભોજન માય એટલે ખાધેલું પચી ગયા પછી જ બીજું ભોજન કરવું એવો વૈદક શાસ્ત્રનો ચોક્કસ મત છે. બીજા કપિલ મુનિએ “કપિલ: પ્રાણી દયા. પ્રાણીને દયા કરવી એ ઉપરાંત ધર્મ નથી” એમ જણાવ્યું. ત્રીજા બહસ્પતિએ નીતિ શાસ્ત્રનો સાર કહી સંભળાવ્યો કે, “બૃહસ્પતિર વિશ્વાસ, કોઈનો પણ વિશ્વાસ રાખવો નહીં” ચોથા પંચાલ નામના પંડિતે કહ્યું કે, “પંચાલ: સ્ત્રીષ માર્દવ-આખા કામશાસ્ત્રનો સાર એ છે કે સ્ત્રીની સાથે નરમાશ રાખવી" આ ચારે પંડિતોની પંડિતાઈ જોઈ તેમનો ઘણો સારો સત્કાર કર્યો. એટલું જ નહીં પણ રાજા તેઓની પંડિતાઈ ઉપર એટલો બધો લીન થઈ ગયો કે વાતે વાતે સભા વચ્ચે કે જ્યાં ત્યાં તેઓની જ પ્રશંસા કર્યા કરે. આથી તે રાજાની ભોગવતી રાણી એક વખત ખીજાઈ જઈ બોલી ઊઠી :
“વાદી રૂપ હાથીઓ મદમાં આવી ભલેને ગર્જના કરે, પણ પાદલિપ્તસૂરી રૂપ સિંહનો અવાજ જ્યારે સાંભળશે ત્યારે તરત જ તેઓને પોતાનો મદ છોડી દઈ નાશી જવું પડશે.”
- પાદલિપ્તાચાર્યની આટલી બધી પ્રશંસા સાંભળી રાજાએ તરત જ પોતાના તરફથી તેઓને આમંત્રણ આપવા દીવાનને મોકલ્યા. રાજાના આમંત્રણને માન આપી પાદલિપ્તાચાર્ય પણ વલ્લભીની નજીક આવી પહોંચ્યા, ત્યારે ત્યાંના ઘણા પંડિતોએ