________________
•
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૬૪
સર્વેને પ્રણામ ક્યું. ત્યાર બાદ દેવબોધિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા. આ જોઈ કુમારપાળ આશ્ચર્યચકિત થઈ ગયો. દેવોએ બધું છોડી તેમની ઉપાસના કરવા કુમારપાળને જણાવ્યું. અને થોડી વારમાં આ દેવો તથા મૂળરાજ વગેરે અદશ્ય થઈ ગયા.
કુમારપાળ વિચારમાં પડી ગયો. એમાં સાચું શું? એક બાજુ દેવપત્તનના સોમનાથનાં વચનો અને બીજી બાજુ દેવબોધિએ બતાવેલા દેવોનાં વચનો! તેનું માથું ભમવા માંડ્યું.
આ આખી ઘટના વખતે મહામંત્રી ઉદયનના પુત્ર વાગભટ્ટ મંત્રી કુમારપાળની સાથે હતા. તેઓશ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈ બધી હકીકત કહી અને કુમારપાળ કદાચ જૈનધર્મ છોડી દે એવી શંકા જણાવી.
હેમચંદ્રાચાર્યે વાગભટ્ટને જરાય ચિંતા ન કરવા જણાવ્યું અને બીજા દિવસે વ્યાખ્યાન સમયે કુમારપાળને લઈ આવવા જણાવ્યું અને કહ્યું, કાલે એને વ્યાખ્યાન સમયે એવો ચમત્કાર જોવા મળશે કે પેલા યોગીના જોયેલા ચમત્કાર મામૂલી લાગશે.
બીજા દિવસે વ્યાખ્યાન ચાલે છે. રાજા કુમારપાળ, વાગભટ્ટ અને અનેક સ્ત્રી-પુરુષો ઉપદેશ સાંભળવામાં લીન બન્યા છે. અને અહા ! એક પછી એક પાટ કે જેના ઉપર આચાર્યશ્રી બેઠા હતા તે ખસવા માંડી અને સાતેય એવી પાટો ત્યાં ખસી ગઈ. આચાર્ય તદન અધ્ધર બેઠેલા લોકોને દેખાયા અને વ્યાખ્યાનની વાગ્ધારા ચાલુ રહી રાજા કુમારપાળની આંખો આ જોઈ પહોળી થઈ ગઈ. તે બોલી ઊઠ્યા, અદ્ભુત-અદ્ભુત યોગશક્તિનાં દર્શન કુમારપાળને પ્રત્યક્ષ થયા”
વ્યાખ્યાન બાદ શ્રી હેમચંદ્રાચાર્યને કહ્યું, “ચાલો મારી સાથે સામેના ઓરડામાં" શ્રી ગુરુદેવ, રાજા તથા વાગભટ્ટ ત્રણે જણા ઓરડામાં ગયા. ઓરડો બંધ કર્યો. ગુરૂદેવ એક આસન ઉપર બેઠા. આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું ત્યાં ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો.
કુમારપાળે તથા વાગભટ્ટ પ્રત્યક્ષ અષભદેવથી મહાવીર સ્વામી સુધીના ચોવીસે તીર્થકરો પ્રત્યક્ષ સમવસરણમાં બેઠેલા જોયા.
તીર્થકરો ઉપદેશ આપી રહ્યા હતા. કુમારપાળ ધ્યાનથી સાંભળતો હતો. કુમારપાળ સોનું, હીરા, મોતી વગેરે દ્રવ્યોની પરીક્ષા કરનારા ઘણા હોય છે. પરંતુ ધર્મતત્વનો પરીક્ષક વીરલો જ હોય છે. એવો વીરલો તું છે. તેં હિંસામય ધર્મનો ત્યાગ કરી દયામય અહિંસા ધર્મ સ્વીકાર કર્યો છે. યાદ રાખ રાજન તારી બધી સમૃદ્ધિ એ વૃક્ષનાં પુષ્પો જેવી છે. આગળ તને એના મોક્ષરૂપી ફળ મળવાનાં છે. ખરેખર તારું મહાન ભાગ્ય છે કે તેને આવા જ્ઞાની હેમચંદ્રસૂરી મળ્યા છે. તું એમની આજ્ઞા માનીને ચાલજે."