________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૬ર
મંદિરનું કામ રાજા ધારતો હતો એટલું જલદી ન હતું થતું, તેથી રાજા અશાંત હતો. તેમણે આચાર્યશ્રીને આ મંદિરનું કામ જલદી પૂરું થાય એવો ઉપાય બતાવવા વિનંતી કરી. શ્રી હેમચંદ્રાચાર્યે આ માટે કોઈ વ્રત લેવા કહ્યું, અને જણાવ્યું, વ્રત પાલનથી પુણ્ય વધે છે અને કાર્ય જલ્દી પૂરું થાય છે.”
કુમારપાળે રાજી થઈ વ્રત લેવાની હા કહી અને યોગ્ય લાગે તે વ્રત આપવા ગુરુદેવને કહ્યું, આચાર્યશ્રીએ માંસાહાર છોડી દેવા અને મદિરાપાન (ઘરૂ પીવાનું) છોડી દેવા જણાવ્યું. રાજાએ બે પ્રતિજ્ઞા લીધી.
માંસાહાર જીવન પર્યત કરીશ નહીં દારૂ જીવન પર્યત પીશ નહીં 'ગુરુદેવને સંતોષ થયો. રાજાને આનંદ થયો."
બે વર્ષને અંતે સોમનાથ મહાદેવનું મંદિર બંધાઈ ગયું. રાજાએ ત્યાં જાત્રાએ જવા નક્કી કર્યું. આચાર્યશ્રીને પણ સોમનાથનાં દર્શને પધારવા વિનંતી કરી. ગુરુદેવ શ્રી શત્રુંજયની તથા ગિરનારની જાત્રા કરી પોતે સીધા દેવપત્તન આવશે એમ જણાવ્યું. રાજા પોતાના રસાલા સાથે દેવપત્તન ગયા અને ગુરુદેવ શંત્રુજ્ય તથા ગિરનારની જાત્રા કરી દેવપત્તન પહોંચ્યા. રાજા ઘણો હર્ષિત થયો અને ધામધૂમથી રાજા રસાલા સાથે તથા ગુરુદેવે પોતાના શિષ્યો સાથે મંદિરમાં પ્રવેશ કર્યો.
બહુભાવપૂર્વક સર્વેએ વંદના કરી અને ગુરુદેવે બે હાથ જોડી, મસ્તક નમાવીને સ્તુતિ કરી.
જેઓના રાગ વિનાશ પામી ગયા છે તેવા બ્રહ્યા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ હોય, તેમને હું વંદના કરું છું !
સ્તુતિ સાંભળી રાજા નાચી ઊઠ્યો. રાજાએ એક ચિત્તે ધ્યાન ધરવા ગુરુદેવને પૂછ્યું : એવો ક્યો ધર્મ છે અને એવા ક્યા દેવ છે કે જે મને મોક્ષ અપાવી શકે
રાજાની વાત સાંભળીને ગુરુદેવે બે ક્ષણ પોતાની આંખો બંધ કરી, જાણે કંઈ સંકેત મળ્યો. આંખો ખોલી તેઓએ રાજાની સામે જોયું અને હાથ પકડી કુમારપાળને મહાદેવના ગર્ભદ્વારમાં લઈ ગયા અને કહ્યું, “જુઓ, હું તમને આ દેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવું.તે દેવ જેમ કહે તેમ તેની ઉપાસના તમારે કરવી"
"રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, "શું આ બની શકે?"
“હા, હવે હું ધ્યાન ધરું છું. તમારે આ ધૂપદાનીમાં ધૂપ નાખ્યા કરવાનો. શંકર ભગવાન પ્રગટ થઈ ના ન પાડે ત્યાં સુધી સુંગધી ધૂપ નાખ્યા કરવાનો." અને ગર્ભદ્વાર બંધ કર્યું.