________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ન ૨૬૩
ગર્ભદ્વાર બંધ છે. આચાર્યશ્રી અને કુમારપાળ બંને અંદર. સોમનાથ મહાદેવ સન્મુખ ઊભા છે. આચાર્ય ધ્યાનસ્થ છે અને કુમારપાળ ધૂપદાનીમાં ધૂપ નાખ્યા કરે છે. ધૂપના ગોટેગોટાથી આખો ગભારો ભરાઈ ગયો. અંધારું થઈ ગયું. ઘીના દીવાઓ ઓલવાઈ ગયા. ત્યાં ધીરે ધીરે શંકર ભગવાનના લિંગમાંથી પ્રકાશ ફૂટવા લાગ્યો. પ્રકાશ વધતો ગયો અને એમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. સુવર્ણ જેવી ઉજજવળ કાયા. માથે જટા. જટામાંથી વહેતી ગંગા અને ઉપર ચંદ્રકળા. આહા ! રાજાએ પોતાના હાથ ફેરવીને નિર્ણય કર્યો કે, આ દેવતા જ છે અને પોતે જમીન ઉપર પોતાનાં પાંચ અંગ અડાડી પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી :
“હે જગદીશ ! આપનાં દર્શનથી હું પાવન થયો છું. મારા આ ઉપકારી ગુરુદેવના ધ્યાનથી આપે મને દર્શન દીધાં છે. મારો આત્મા હર્ષથી ઊછળી રહ્યો છે."
ભગવાન સોમનાથનો ગંભીર ધ્વનિ મંદિરમાં ગૂંજી ઊઠ્યો : કુમારપાળ મોક્ષ અપાવનાર ધર્મ જો તું ઇચ્છતો હોય તો આ સાક્ષાત્ પરબ્રહ્મ જેવા સૂરીશ્વરની સેવા કર. સર્વ દેવોના અવતાર રૂપ, સર્વશાસ્ત્રોના પારગામી, ત્રણે કાળના સ્વરૂપને જાણનારા એવા આ હેમચંદ્રસૂરીની દરેક આજ્ઞાને પાળજે, તેથી તારી બધી મન:કામના ફળીભૂત થશે.” આટલું કહીને શંકર સ્વપ્નની જેમ અશ્ય થઈ ગયા.
રાજા આનંદવિભોર થઈ ગયા. તેમણે ગુરુદેવને કહ્યું, "આપને તો ઈશ્વર વશ છે ! આપ જ મારા દેવ છો, આપ જ મારા તાત અને માત છો, મારા પરમ ઉદ્ધારક આપ છો !" રાજા હેમચંદ્રાચાર્યનાં ચરણોમાં પડી ગયો.
યાત્રા સફળ થઈ. સહુ આનંદથી પાછા પાટણ આવ્યા.
દેવબોધિ નામે એક સંન્યાસી પાટણમાં આવ્યા અને લોકોને ચમત્કાર દેખાડવા લાગ્યા. ચમત્કારો જોઈ લોકોને તે દેવબોધિ શ્રેષ્ઠ અને અદ્ભુત કળાકાર લાગ્યો. વાતો પાટણમાં ઠેર ઠેર થવા લાગી. કુમારપાળને પણ આ ચમત્કારિક સંન્યાસીના ચમત્કારો જોવાની ઇચ્છા થઈ. કુમારપાળે દેવબોધિને રાજસભામાં બોલાવ્યા અને દેવબોધી રાજસભામાં સાવ નાનાં બાળકો પાસે પાલખી ઉપડાવી તેમાં બેસી પધાર્યા.
રાજાએ યોગ્ય સત્કાર કર્યો. દેવબોધિએ કુમારપાળને પોતાનો શૈવધર્મ છોડીને આ જૈન ધર્મ કેમ સ્વીકાર્યો છે એમ પૂછ્યું. મહારાજાએ “શૈવધર્મ સારો છે, પણ તેમાં હિંસાનું આચરણ થાય છે. જ્યારે જૈન ધર્મ અહિંસાનો ઉપદેશ આપે છે માટે તે ધર્મ સ્વીકાર્યો છે” તેમ જણાવ્યું. દેવબોધિએ કુમારપાળના પૂર્વજો વગેરે બધા શૈવધર્મ પાળતા હતા અને તે પ્રત્યક્ષ દેખાડવા મંત્રબળથી તેના પૂર્વજ મૂળરાજ વગેરેને હાજર કર્યા. કુમારપાળે તે