________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૭
ગુપ્તચરોએ આવીને રાજા કુમારપાળને કહ્યું, : રાજા કર્ણ વિશાળ સૈન્ય સાથે ગુજરાત તરફ ધસી આવે છે. ત્રણ દિવસમાં એ પાટણના સીમાડે પહોંચશે. રાજાને કર્ણનો કોઈ ભય ન હતો. આવા ઘણા કર્ણ આવે તો તેને પહોંચી વળે તેમ હતો, પણ એમને ચિંતા થઈ તીર્થયાત્રાની
રાજા કર્ણે કમારપાળ જાત્રાએ નીકળી જાય તો તેની ગેરહાજરીનો લાભ લેવા આ આક્રમણની યોજના કરી હતી
કુમારપાળે ગુરુદેવનું જ માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો. કારણ કે તીર્થયાત્રા કરવી જ હતી અને તીર્થયાત્રા માટે નીકળી જાય તો રાજા કર્ણ ગુજરાત જીતી લે.
વાગ્લટ્ટ મંત્રી સાથે કુમારપાળ ઉપાશ્રયે આવી સૂરીજીની આ અંગે સલાહ
માગી
સૂરીજીએ થોડીક વાર આંખો બંધ કરી ધ્યાન ધર્યું અને કુમારપાળને કહ્યું, ચિંતા છોડી તીર્થયાત્રા ટાઈમસર નીકળે એની તૈયારી કરો. કર્ણની ચિંતા છોડી દો.”
રાજા અને મંત્રી મહેલમાં તો આવ્યા. પણ સમજી ન શક્યા કે કેવી રીતે આ પ્રશ્ન સૂરીજી ઉકેલશે ?
કુમારપાળ વિચારતો જ રહ્યો. સૂરીજીની આજ્ઞા પ્રમાણે ધર્મધ્યાનમાં મગ્ન હતો. સવાર પડતાં મહેલમાં પોતાના ગુપ્તચરે આવી સમાચાર આપ્યા કે, રાજા કર્ણદેવ તવમાર વેગે પાટણ તરફ ધસી રહ્યો હતો. તે હાથી ઉપર બેઠેલો હતો. રાત્રી હોવાથી કર્ણને થોડુંક ઊંઘનું ઝેકું આવી ગયું. એટલામાં એના ગળાનો મહામૂલો હાર એક કડની ડાળીમાં ભરાઈ ગયો. હાથી તીવ્ર વેગે ચાલતો હતો તેથી એ ગળાનો હાર તેનો ફાંસો બની ગયો અને થોડી જ ક્ષણોમાં રાજાનું શબ ઝાડ સાથે લટકતું સૈન્યને દેખાયું. સૈન્ય હતાશ થઈ ગયું અને આવેલ રસ્તે પાછું ફર્યું.
આ સમાચાર સાંભળી કુમારપાળ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયો. શ્રી હેમચંદ્રાચાર્યની અથાગ કૃપાનું આ પરિણામ તે સમજી શક્યો. નક્કી કરેલ મુહૂર્તે સંઘ નીકળ્યો. શંત્રુજય અને ગિરનારની જાત્રા કરી કુમારપાળ અને સંઘના હજારો લોકો ધન્ય બની ગયા.
જેમ કુમારપાળના હૃદયમાં હેમચંદ્રસૂરી વસેલા હતા તેમ હેમચંદ્રસૂરીના મનમાં પણ કુમારપાળ વસતા હતા.