________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૪૦ બદલે વસ્ત્રાભરણયુક્ત કોઈ બીજા પુરુષને જોઈ મદિરાવતી મનમાં વિચારવા લાગી કે, આ તે સ્વપ્ન છે કે શું? મારો કોઢીઓ પતિ ક્યાં ગયો? એમ વિચારતી તેને પેલા પુરુષે કહ્યું કે,
હે કન્યા! મારું ચરિત્ર સાંભળ. હું વૈતાઢ્ય પર્વત ઉપર મણિપુર નગરનો વિદ્યાધરનો રાજા મણિચૂડ નામે છું. એક દિવસ રાત્રે નગરચર્ચા જોવા નીકળ્યો ત્યાં લોક સાંભળ્યો કે, સર્વ ઠેકાણે કાગડા કાળા અને પોપટ લીલા હોય છે. સુખી પુરુષોને સુખ મળે છે અને દુઃખિયાને દુઃખ મળે છે. આ સાચું કે ખોટું એવા વિચારથી હું વિદ્યાના બળે કોઢીઆનું રૂપ લઈને નગરમાં ઊભો રહ્યો. રાજાના સેવકો મને પકડીને રાજસભામાં લઈ ગયા. તે સુંદરી ! ત્યાં તું મને વરી, પણ તેનું કારણ હું જાણતો નથી. તને બહુ દુઃખ ઉપજાવનારી પરીક્ષા મેં કરી. પણ જેમ મેરુ શિખર કંપે નહીં તેમ તું શીલરૂપ આચારથી કંપી નહીં તેથી તું ધન્ય છે. વખાણવા યોગ્ય છે. હું પણ તને પરણીને મારી જાતને ધન્ય માનું છું.”
વિદ્યાધરનાં આવાં વચન સાંભળી મદિરાવતી વિચારવા લાગી. શીલાના પ્રભાવથી મને ઉત્તમ પતિ મળ્યા. પછી વિદ્યારે વિદ્યાના બળથી સાત માળનો મહેલ બનાવી રાત્રી ગાળી. સૂર્યોદય થતાં વિદ્યારે રાણીને પૂછ્યું કે, "તારા પિતાને હું અહી ભક્તિથી બોલાવું કે શક્તિથી?" રાણીએ કહ્યું, "તેમને ખેડૂતના વેશે બોલાવો એટલે તેમનો મદ ઊતરી જાય." પછી વિદ્યાધર રાજાએ એક મોટા સૈન્ય સાથે એક દૂતને રિપુમર્દન રાજા પાસે મોકલી કહેવરાવ્યું કે, વૈતાઢ્ય પર્વતનો રાજા મણિચૂડ વિદ્યાધર તમારા પર ચઢી આવ્યો છે. તમે જો રાજ્યને ઇચ્છતા હો તો ખેડૂતના વેશે આવી તેને નમસ્કાર કરો.
રાજા કોપથી ઉત્તર આપવા જતો હતો પણ તેને રોકીને પ્રધાનોએ કહ્યું કે, “સરખે સરખા હોય તો કોપ કરવો ઠીક છે. પણ આ તો વિદ્યાધર રાજા ઘણો બળવાન છે. તેમને નમસ્કાર યોગ્ય સત્કારપૂર્વક નમસ્કાર કરો." મંત્રીઓના કહેવા મુજબ રાજા ખેડૂતના વેશે જઈ વિદ્યાધર રાજાનો નમ્યો. એટલે વિદ્યારે રાજાને વસ્ત્રાલંકાર વડે સત્કાર કર્યો. રાજા પોતાની પુત્રીને વિદ્યાધર પાસે રહેલી જોઈને બહુ ખેદ પામ્યો. ત્યારે પુત્રીએ કહ્યું કે, જે કોઢીઆ સાથે આપે મને પરણાવી તે જ આ પુરુષ છે. એણે જ તમારા શરીર પરથી ખેડૂતનો વેશ ઉતારી નવવસ્ત્રાલંકાર આપ્યા છે."
આ સાંભળી વિસ્મય પામેલા રાજાએ વિદ્યાધરને કહ્યું કે, "આપનું ચરિત્ર જે હોય તે કહો.” પછી વિદ્યારે પોતાનું ચરિત્ર કહ્યું અને બોલ્યો કે, "હે રાજન તમારી પુત્રી ઉત્તમ શીલવાળી હોવાથી તમને ધન્ય છે." એમ કહી તેણે પોતાની સમૃદ્ધિ દેખાડી પછી રાજાનું સન્માન કરીવિદ્યાધર મદિરાવતીને લઈવૈતાઢ્ય પર્વતે ગયો. ત્યાં મદિરાવતીશીલના પ્રભાવથી વિવિધ પ્રકારના ભોગ ભોગવતી જૈનધર્મનું આરાધન કરવા લાગી અને આરાધનાના યોગે મૃત્યુ પામી દેવલોકે ગઈ, ત્યાંથી આવી મનુષ્યભવમાં આવી, સકળ કર્મનો ક્ષય કરી મોક્ષે જશે.