________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૫
એ વખતે આકાશવાણી થઈ : "પાહિની અને ચારિંગનો આ પુત્ર તત્ત્વનો જ્ઞાતા બનશે અને તીર્થંકરની જેમ જિનધર્મનો પ્રસારક થશે.”
પુત્રનું નામ ફોઈબાએ 'ચાંગદેવ' રાખ્યું. જરા મોટો થતાં પાહિનીએ તેને 'અરિહંત'નો 'અ' બોલતાં શિખવાડ્યું અને તે પછી નવકાર મંત્રનો ન બોલતાં શીખવ્યું.
પાહિની ચાંગદેવને ભગવાનનાં દર્શન વંદન કરતાં શીખવે છે અને વારંવાર ગુરુદેવ પાસે લઈ જાય છે. તેને હાથ જોડી, માથું નમાવી વંદન કરાવે છે. ગુરુદેવ સામે જોઈ ચાંગદેવ હસે છે. ગુરુદેવ ધર્મલાભનો આશીર્વાદ આપે છે.
તે મોટો થતો જાય છે. ભણવા માટે શાળામાં મૂકવામાં આવે છે ત્યાં તેની અસાધારણ યાદશક્તિથી શિક્ષકનો લાડીલો બની જાય છે.
પાંચ વર્ષનો ચાંગદેવ પાહિણી સાથે જિનમંદિરે એકા ગયો. આચાર્યશ્રી દેવચંદ્રસૂરીજી પણ દર્શનાર્થે ત્યાં આવેલ હતા. તેમના શિષ્ય આચાર્યદેવને બેસવા આસન પાથર્યું હતું, તે પર ચાંગદેવ બેસી ગયો. તે જોતાં આચાર્યશ્રી હસી પડ્યા. ચાંગદેવ પણ હસવા લાગ્યો. આચાર્યશ્રીએ પાહિનીને કહ્યું, “શ્રાવિકા, તને યાદ તો છે ને તારું સ્વપ્ન, રત્ન તારે મને સોંપવાનું છે. એ સ્વપ્નનું જ આ એંધાણ છે. તારો આ પુત્ર મારી ગાદી સાચવશે અને જિન શાસનનો મહાન પ્રભાવક આચાર્ય બનવાનો છે. તું મને સોંપી દે આ પુત્રને. સૂર્ય અને ચંદ્રને ધરમાં ન રાખી શકાય, અને જો તે ઘરમાં રહે તો દુનિયાને પ્રકાશ કોણ આપે ? તારો પુત્ર સૂર્ય જેવો તેજસ્વી છે અને ચંદ્ર જેવો સૌમ્ય છે. તેનો જન્મ ઘરમાં રહેવા નથી થયો. એ તો જિન શાસનમાં ગગનમાં ચમકવા જન્મ્યો છે. માટે તેના ઉપરનો મોહ છોડી મને સોંપી દે."
પાહિનીએ ગુરુદેવને તેના પિતા પાસે તેની માગણી કરવા જણાવ્યું.
એક દિવસ ચાચિંગને ઉપાશ્રયે બોલાવીને એમ કહ્યું. ગુરુદેવે, “ચાંગદેવ ભાગ્યશાળી છે. તેનું ભવિષ્ય ઊજળું છે. તેનો મોહ તમારે છોડવો પડશે."
'એટલે ગુરુદેવ ?' ચાચિગે કહ્યું, “ચાંગદેવ મને સોંપવો પડશે. તેનો ઘાટ હું ઘડીશ. એ મારી પાસે રહેશે.” ગુરુદેવે કહ્યું.
ચાચિગે વિચારીને જવાબ આપીશ. એમ જણાવ્યું.
ગુરુદેવે કહ્યું, “પુત્રસ્નેહથી ન વિચારતાં તેના હિતનો વિચાર કરજો. તમારો આ પુત્ર લાખો જીવોનો તારણહાર બનવાનો છે.”
ચાચિંગ શેઠ ઘેર આવ્યા. તેમને ચાંગદેવને પૂછ્યું. 'બેટા, તને ગુરુદેવ ગમે છે ?