________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ર૫૩
આચાર્યદેવે વ્યાકરણના આઠ ગ્રંથ કાશ્મીરમાંથી મંગાવ્યા. આવા બધા ગ્રંથોની બારીકાઈથી ખૂબીઓ અને ખામીઓને પારખી લીધી. સિદ્ધરાજની જોઈતી બધી સગવો મળવાથી એક વર્ષમાં સવા લાખ લોક પ્રમાણવાળા વ્યાકરણનો મહાગ્રંથ બનાવ્યો અને નામ આપ્યું સિદ્ધ હેમ વ્યાકરણ સિદ્ધ એટલે સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રસૂરી
સિદ્ધરાજ આ ગ્રંથ જોઈ ખૂબ આનંદિત થયો. તેને વાજતે ગાજતે હાથીના માથે મૂકીને ખૂબ જ ધામધૂમથી બધા રાજમાર્ગો ઉપર ફેરવી રાજસભામાં લઈ ગયા. એ ગ્રંથનું પૂજન કરી ગ્રંથને ગ્રંથાલયમાં મૂકવામાં આવ્યો.
૩૦૦ લહિયાઓને બેસાડી એ ગ્રંથની નકલો કરવામાં આવી. રાજાએ આની નકલો ભારતનાં તમામ રાજ્યોમાં મોકલાવી આપી. અનેક વિદ્વાનોએ આ ગ્રંથની પ્રશંસા કરી. આજે પણ સંસ્કૃત ભાષા ભણનારા સિદ્ધહેમં વ્યાકરણ ભણે છે.
સિદ્ધરાજ બધી વાતે સુખી હતો. પણ દુ:ખ એક જ હતું કે, તેને કોઈ સંતાન ન હતું. રાણી સામે આ અંગે પોતાનું દુ:ખ વ્યક્ત કરતો. રાણી આશ્વાસન આપતી કે જે વાત ભાગ્યને આધીન છે તે અંગે શોક કરવાથી શું વળે ? પૂર્વ જન્મમાં કોઈ પુણ્ય કાર્ય નહીં ક્ય હોય, છતાં આપણે તીર્થયાત્રા કરીએ તો ઇચ્છિત ફળ મળે. સિદ્ધરાજને ગળે આ વાત ઊતરી ગઈ. એણે શ્રી હેમચંદ્રાચાર્યને તીર્થયાત્રા માટે પૂછ્યું અને તીર્થયાત્રામાં સાથે આવવા વિનંતી કરી આચાર્યદેવે રાજાનો આગ્રહ જોઈ અને સાથે જવા સ્વયં ઈચ્છા ન હોવા છતાં સંમત થયા.
શુભ મુહૂર્તે રાજાએ શત્રુંજય ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. અનેક મુનિવરો સાથે આચાર્યદેવે પણ રાજાની સાથે જ પ્રયાણ કર્યું.
રાજા સિદ્ધરાજ રાણી સાથે રથમાં પ્રવાસ કરે છે, પણ આચાર્યદેવ અન્ય મુનિવરો પગે ચાલતા હોવાથી સિદ્ધરાજને એ ન ગયું. તેણે આચાર્યદેવને એક રથ આપવા કહ્યું, પણ ગુરુદેવે ના કહી. અને કહ્યું “અમારાથી વાહનમાં બેસાય નહીં. પગરખાં પહેર્યા વિના ઉધાડા પગે જ અમારે ચાલવાનું હોય છે. જો અમે વાહનમાં બેસીએ તો વાહન ખેંચનારા ઘોડાઓને કષ્ટ થાય અને વાહન નીચે અનેક નાના મોટા જીવોની હિંસા થાય. માટે રાજન ! અમે વાહનમાં નહીં બેસીએ." - રાજાને આ સાંભળી ગુસ્સો આવ્યો અને આચાર્યદેવને ગુસ્સામાં કડવાં વચનો કહ્યાં.