________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૫૫
ગિરનારનો પહાડ ઊતરી રાજાએ ગુરુદેવને પ્રભાસ પાટણ જઈ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા વિનંતી કરી. આચાર્યદેવે સોમનાથ જવા સંમતિ આપી. રાજાને મન શંકા હતી કે જૈન આચાર્ય સોમનાથ મહાદેવને નમન કરશે કે નહીં, પણ આચાર્ય દેવે તો મહાદેવની મૂર્તિ સમક્ષ વીતરાગી મહાદેવને સ્મૃતિ પટ પર લાવી પ્રણામ કરી ત્યાં બેસી સ્તુતિઓ બોલવા માંડી. ૪૪ શ્લોક બનાવીને બોલ્યા : 'જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેમના નાશ પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો તેમને મારા નમસ્કાર હોજો.”
ગિરનારની જાત્રા કરી સંઘ કોડીનાર આવ્યો. કોડીનારમાં અંબિકાદેવી એટલે હાજરાહજૂર દેવી. એના પ્રભાવની વાતો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાયેલી છે.
રાજાએ આચાર્યદેવને અતિ નમ્રતાથી વિનંતી કરી : “ગુરુદેવ મારી પાસે બધું છે. તે છતાં હું અને રાણી બંને દુ:ખી છીએ. કારણ આપ જાણો છો અમને એકે પુત્ર નથી.” તેથી ગુરુદેવ આપ દેવી અંબિકાની આરાધના કરી પૂછી લો કે મને પુત્ર મળશે કે નહીં ? અને મારા મૃત્યુ પછી ગુજરાતનું રાજ્ય કોણ ભોગવશે ?”
આચાર્યદેવે કહ્યું, "હું દેવીની આરાધના કરી પૂછી લઉં છું, આરાધના માટે આચાર્યદેવે ત્રણ ઉપવાસ કર્યા અને પછી દેવીના મંદિરમાં બેસી ગયા, ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા. ત્રીજા દિવસે મધ્યરાત્રિના સમયે દેવી અંબિકા, ગુરુદેવની સામે પ્રગટ થઈ. દેવીએ ગુરુદેવને હાથ જોડી વંદના કરી અને પૂછ્યું, ‘ગુરુદેવ ! મને શા માટે યાદ કરી ?'
ગુજરાતના રાજા સિદ્ધરાજના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહીં એ પૂછવા આપને યાદ કર્યાં છે.
દેવીએ કહ્યું, એના પૂર્વજન્મનાં પાપકર્મોના યોગે પુત્રપ્રાપ્તિ નહીં થાય.
“તો પછી સિદ્ધરાજના મૃત્યુ પછી ગુજરાતનો રાજા કોણ થશે ? દેવી !” આચાર્યશ્રીએ પૂછ્યું.
દેવીએ કહ્યું, 'ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ, રાજા બની જૈન ધર્મનો ખૂબ ફેલાવો કરશે.'
આટલું કહી દેવી અશ્ય થઈ ગઈ. આચાર્યદેવ પોતાના સ્થાને આવ્યા. ત્રણ દિવસના ઉપવાસનું પારણું કર્યું.