________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૫૬
રાજા સિદ્ધરાજ ખૂબ જ ઉત્કંઠાથી ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવને વંદના કરી વિનયપૂર્વક બેઠો.
ગુરુદેવે કહ્યું, "તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી અને તમારા પછી ગુજરાતનો રાજા કુમારપાળ બનશે.”
"કોણ કુમારપાળ ?' રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ. ગુરુદેવે કહ્યું.
સિદ્ધરાજ અત્યંત ખિન્ન થઈ ગયો. આચાર્યદેવે સિદ્ધરાજના અશાંત મગજને શાંતિ આપવા યોગ્ય ઉપદેશ આપ્યો. પરંતુ પુત્રપ્રાપ્તિની તીવ્ર ઇચ્છાના કારણે ઉત્પન્ન થયેલું તેનું દુઃખ દૂર ન થયું.
સંઘ પ્રયાણ કરી પાટણ આવ્યો. રાજાએ શ્રેષ્ઠ જ્યોતિષીઓને બોલાવી પુત્રપ્રાપ્તિ માટે પૂછ્યું. તેમના તરફથી પણ દેવી અંબિકા જેવો જ જવાબ મળ્યો !
સિદ્ધરાજે હવે પુત્રપ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ નહીં થાય એમ સમજવાથી પોતાનું ધ્યાન કુમારપાળનો કાંટો કાઢી નાખવા વિચાર્યું અને પોતાની રીતે કાર્ય આરંભ્ય.
આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે અથાગ મહેનત લઈ પોતાની વીસ વર્ષની ઉંમરથી સાહિત્યસર્જનનું કામ શરૂ કર્યું હતું, તે તેમના ચોરાસી વર્ષે થયેલા અવસાન સુધી એટલે કે ચોસઠ વર્ષ સુધી ચાલુ રાખ્યું હતું.
તેમના સાહિત્યસર્જનમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ઉપરાંત અભિધાન ચિંતામણી દ્વારા તેમણે એક અર્થના અનેક શબ્દો આપ્યા - અનેકાર્થ સંગ્રહ દ્વારા એક શબ્દના અનેક અર્થ આપ્યા. અલંકાર ચૂડામણિ' અને 'છંદાનુશાસન દ્વારા કાવ્યછંદની ચર્ચા કરી અને દ્વાયાશ્રય દ્વારા ગુજરાત, ગુજરાતની સરસ્વતી અને ગુજરાતની અસ્મિતા વર્ણવી દ્વાયાશ્રય માં ચૌદ સર્ગ સુધી સિદ્ધરાજના સમયની વાતો કરી અને પછીના સર્ગોમાં કુમારપાળના રાજ્યકાળની વાતો આવે છે. બધું મળી સાડાત્રણ બેડ લોક પ્રમાણ તેમનું સાહિત્ય ગણાય છે.
જ્યારે તેમને લાગ્યું કે મારો અંત સમય નજીક છે ત્યારે તેમણે સંઘને, શિષ્યોને, રાજાને સહુને આમંત્રી તેમને છેલ્લી હિતશિક્ષાઓ આપી, સૌને ખમાવી યોગીન્દ્રની જેમ અનશન વ્રત ધારણ કરી, શ્રી વીતરાગની સ્તુતિ કરતાં. દેહ છોડ્યો.
શ્રી હેમચંદ્રાચાર્યનો જન્મ સંવત ૧૧૪૫, દીક્ષા ૧૧૫૬, સૂરીપદ ૧૧૬૬ અને સ્વર્ગવાસ સંવત ૧રર૯માં નોંધાયેલ છે.