________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૫૧ દેવીએ કહ્યું, "તમને જે બે મંત્રો સંભળાવીને આપ્યા છે તે ભુલાઈ ન જાય તે માટે તમે આ અમૃત પી જાઓ.”
દેવીએ અમૃતથી ભરેલું કમંડલ તેમની આગળ ધર્યું.
દેવેન્દ્રસૂરીએ પીવા ના કહી, કારણ કે હજુ રાત્રીનો સમય હતો. સોમચંદ્ર સમયજ્ઞ હતા - નિયમ અને અપવાદના જાણકાર હતા. તેઓ તરત જ બધું અમૃત ગટગટાવી ગયા. બંને મંત્રો સોમચંદ્રમુનિની સ્મૃતિમાં જવઈ ગયા. દેવેન્દ્રસૂરીજી એ બંને મંત્રો ભૂલી ગયા.
શાસનદેવીએ બંને મહાનુભાવોને મંત્રશક્તિથી ઉપાડીને પાટણમાં એમના ગુરૂદેવ દેવચંદ્રસૂરીજીની પાસે મૂકી દીધા અને શાસનદેવી અશ્ય થઈ ગયાં.
દેવેન્દ્રસૂરીજી તથા સોમચંદ્રમુનિના મુખે આ ચમત્કારિક ઘટના સાંભળી દેવચંદ્રસૂરીજી અત્યંત પ્રસન્ન થયા અને આવા વિનમ્ર, વિવેક, બુદ્ધિમાન, ગુણવાન, ભાગ્યવાન અને રૂપવાન એવા સોમચંદ્રમુનિ ઘણા વિનીત છે, તેમને આચાર્યપદ આપવા વિચાર્યું. સંઘને ભેગો કરી સોમચંદ્રમુનિને આચાર્ય પદ આપવા વાત કરી. સંઘે હર્ષપૂર્વક વાતને વધાવી લીધી અને વૈશાખ સુદ ત્રીજ-અખાત્રીજને દિવસે શુભ મુહૂર્તે સોમચંદ્રમુનિને દેવચંદ્રસૂરીજીએ આચાર્ય પદવી આપીને તેમનું નામ હેમચંદ્રસૂરી જાહેર કર્યું. સંઘે તેમનો યજ્યકાર બોલાવ્યો. હવે આપણે પણ સોમચંદ્રમુનિને આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીજીના નામે ઓળખશું.
આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી પાટણના રાજમાર્ગ ઉપર ચાલ્યા જાય છે. તેમની પાછળ બે શિષ્યો છે. સામેથી ગુજરાતના રાજા સિદ્ધરાજની સવારી આવી રહી હતી. રાજા હાથી પર બેઠો, નગરનું અવલોકન કરતો હતો. લોકો બે હાથ જોડી રાજાનું અભિવાદન કરતા હતા.
રાજાની નજર હેમચંદ્રસૂરી ઉપર પડી. પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્યને જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો અને થયું આ સાધુ કોણ હશે. મેં આજ સુધી આવા સાધુ જોયા નથી
હાથી ઉપરથી રાજાની અને શ્રી હેમચંદ્રાચાર્યની આંખેઆંખ મળી. રાજાએ બે હાથ જોડી પ્રણામ કર્યા. આચાર્યો જમણો હાથ ઊંચો કરી ધર્મલાભનો આશીર્વાદ આપ્યો.