________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૮
વિચારે ચડુમાં સોનાનું દ્રવ્ય ભરીને ચરુ જમીનમાં દાટ્યા હતા. કર્મ સંજોગે વેપારમાં ખૂબ જ નુકસાન થયું. બધું વેપારમાં નાશ પામ્યું એટલે શેઠે દાટેલું ધન કાઢવા વિચાર્યું. દાટેલા ચુરુ કાઢતાં તેમાં સોનાની લગડીઓને બદલે કોલસા જ હાથ લાગ્યા. શેઠને આ ઘા ઘણો વસમો લાગ્યો. તેઓ અત્યંત ગરીબીથી રહેવા લાગ્યા. સ્ત્રીઓના દાગીના વેચ્યા. પોતાની હવેલી સિવાય બીજી જે કંઈ મિલકતો હતી તે વેચી નાખી. ચરુમાંથી નીકળેલા કોલસાનો ઢગલો હવેલીના કમ્પાઉન્ડના એક ખૂણામાં રાખ્યો હતો.
એક દિવસ શ્રી સોમચંદ્ર મુનિ બીજા એક મુનિ સાથે ગોચરી માટે શેઠની હવેલીએ પધાર્યા. શેઠ ને તેનું કુટુંબ લોટ પાણીમાં પલાળી તેની રાબ પીતા હતા તે જોઈ સોમચંદ્રમુનિએ બીજા મુનિને કહ્યું, "કેમ આ શેઠ આવો આહાર કરે છે ? તેઓ તો એકદમ ધનવાન છે. જુઓ પેલા ખૂણામાં સોનાનો ઢગલો પડેલો છે.” શેઠે આમાંથી કંઈક સાંભળી લીધું. બરાબર તો સમજાયું નહિ, પણ બીજા મુનિ હતા તેમને પૂછ્યું : આ મહારાજ શું કહે છે ? બીજા મુનિએ કહ્યું, એ તો અમારા વચ્ચે વાતો હતી. પણ શેઠે સોનું એવો શબ્દ સાંભળેલો તેથી તેમણે આગ્રહ કર્યો એટલે મહારાજે પૂછ્યું, તમે ધનવાન હોવા છતાં કેમ ગરીબની માફક રહો છો ? શેઠે પોતાની કથની કહી. એટલે મુનિ સોમચંદ્રે કહ્યું, એ ઢગલો કોલસાનો નથી, સુવર્ણ જ છે. અને શેઠનો હાથ પકડી તે ઢગલા પાસે લઈ ગયા. શેઠને હજુ કોલસા જ દેખાતા હતા. તેમણે કહ્યું, આ તો કોલસા જ છે. મુનિએ કહ્યું, “નાં, ના. આ સુવર્ણ જ છે.” શેઠે કહ્યું, ગુરુદેવ, આપ એ ઢલગાને આપના હસ્તે પાવન કરો. જેથી તે મને પણ સુવર્ણ દેખાય ! ગુરુએ એ ઢગલા ઉપર નવકાર મંત્ર ગણી હાથ મૂક્યો અને શેઠના આશ્ચર્ય વચ્ચે તેમને સુવર્ણ દેખાયું. તેમણે સોમચંદ્રમુનિનો ઉપકાર માન્યો અને તેમની પાછળ પાછળ ઉપાશ્રયે ગયા.
ત્યાં જઈ આચાર્યશ્રીને જણાવ્યું, આ ધન હવે મારું નથી. શ્રી સોમચંદ્રમુનિના પ્રભાવે આ ધન જે કોલસા રૂપે હતું તે મને મળ્યું છે.
આચાર્યશ્રીએ શેઠને રસ્તો બતાવ્યો. એ ધન એક સુંદર પ્રભુ મહાવીરનું મંદિર બનાવી વાપરવા જણાવ્યું અને શેઠે તે પ્રમાણે દેરાસર બંધાવ્યું. એક બાજુ દેરાસર બંધાતું હતું, બીજી બાજુ શેઠના ધંધા સુધરતા ચાલ્યા અને વેપારમાં અઢળક ધન કમાયા.
મંદિર તૈયાર થતાં સારા મુહૂર્તે પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો અને ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
નાગપુરથી વિહાર કરી આચાર્ય દેવ પાટણ પધાર્યા. પાટણમાં દેવેન્દ્રસૂરી નામના આચાર્ય દેવ બિરાજતા હતા. તેઓ પણ દેવચંદ્રસૂરીશ્વરના જ શિષ્ય રત્ન હતા. દેવેન્દ્રસૂરી