________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૩૮
મદિરાવતી
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રિપુમર્દન રાજાને મદનરેખા નામની રાણીથી મદિરાવતી નામે પુત્રી થઈ. તે બાળા બીજના ચંદ્રની જેમ વધતી અનુક્રમે યુવાવસ્થાને પામી.
એક વખત રાજસભામાં રાજા બેઠો હતો ત્યારે મદનરેખાએ ઉત્તમ વસ્ત્રો અને દાગીના વગેરથી શણગારી મદિરાવતીને રાજસભામાં મોકલી રાજાએ તેને ખોળામાં બેસાડી. ઐશ્વર્યના મદથી સભાના લોકોને કહ્યું કે, “આવી દિવ્ય સમૃદ્ધિવાળી સભા અને મારાથી અધિક ઉત્તમ શોભાવાળું કુટુંબ પણ કોને છે? લોકોએ કહ્યું કે, “આપના જેવી સભા તથા કુટુંબ બીજે ક્યાંય નથી." તે સાંભળી મદિરાવતીએ હસીને માથું ધુણાવ્યું. રાજાએ તેને માથું ધુણાવવાનું કારણ પૂછતાં પુત્રીએ કહ્યું કે, પિતાજી! આ લોકો તેમને પ્રસન્ન કરવા કહે છે પણ તે સર્વ ખોટું છે. એકબીજાથી ચઢિયાતા લોકો હોય જ છે. માટે આપને આ પ્રમાણે ઐશ્વર્યનો મદ કરવો ટીક નથી."
રાજાએ ફરી સભામાં લોકોને પૂછ્યું કે, “તમને આવું સુખ કોના પ્રસાદથી મળ્યું છે ?" લોકોએ કહ્યું કે, “આપના પ્રસાદથી." મદિરાવનીએ લોકોને કહ્યું કે, "તમે ખોટું કેમ બોલો છે? દરેક જીવ પોતાનાં શુભાશુભ કર્મથી સારું કે ખોટું ફળ પામે છે. હવે આ રીતે પોતાની વાત તોડી પાડનારી પુત્રીને પોતાની વૈરિણી માનતા રાજાએ પૂછ્યું કે, તે કોનાથી સુખ ભોગવે છે?" તેણીએ કહ્યું કે, અમે પૂર્વભવે શુભ કર્મ કર્યું છે તેના ફળરૂપે આ સુખ ભોગવું છું. જો આપ જ સર્વ લોકના સુખનું કારણ છો તો બધાને સુખ કેમ આપતા નથી?" કેટલાક હાથી ઘોડા પાલખી ઉપર બેસીને જાય છે, અને કેટલાક દુ:ખી સેવકો તમારી આગળ દોડે છે. પાપીઓને સુખ આપવા તમે સમર્થ નથી. હું મારા પુણથી તમારે ત્યાં ઉત્પન્ન થઈ છું. તમે તો માત્ર નિમિત્ત છો." પુત્રીના આવા વચનથી લેધ પામેલા રાજાએ કહ્યું કે, “જો તું મારો પ્રસાદ માનીશ તો તને ઉત્તમ રાજકુમાર સાથે પરણાવીશ નહિતર દિનદુ:ખી સાથે પરણાવીશ." પુત્રીએ કહ્યું કે, આપ ગર્વ કરશો નહિ. મારા કર્મ પ્રમાણે જે થશે તે ખરું." રાજાએ જોધથી સેવકોને આજ્ઞા કરી કે, “કોઈ નીચ કુળના દરિટ્રીને લાવો. તેની સાથે કર્મને માનતી પુત્રીને પરણાવું." સેવકોએ જેના શરીરમાંથી પરૂ કરી રહ્યું છે એવા એક કોઢીઆને લાવી હાજર ર્યો.
રાજાએ પુત્રીને કહ્યું કે, તારા કર્મો આ કોઢીઓ આવ્યો છે તેને તું પરણ. મદિરાવતીએ તરત જ ઊઠી કોઢીઆ સાથે પાણિગ્રહણ કર્યું. તે વખતે સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા.