________________
જૈન શાસનના ચસકતા હીરાઓ ર૪૧
શ્રી દામનક
હસ્તિનાપુરમાં સુનંદ નામે એક કુલપુત્ર રહેતો હતો. તેને જિનઘસ નામના શ્રેષ્ઠી સાથે મૈત્રી હતી. તેથી તે શ્રેષ્ઠી પાસે હંમેશાં પચ્ચખાણનો મહિમા સાંભળતો હતો. એકદા શ્રેષ્ઠી તેને ગુરુ પાસે લઈ ગયા. ગુરુએ અનાગત આદિ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા ફળનું વર્ણન કર્યું. તે સાંભળીને સુનંદે મઘ અને માંસ નહીં ખાવાનું પચ્ચખાણ શુદ્ધભાવથી ગ્રહણ કર્યું. પછી કોઈ વખત ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. તેથી છઠ્ઠા આરાની જેમ સર્વલોક પ્રાયે માંસભક્ષણ કરનારા થઈ ગયા. સુનંદના સ્વજનો સુધાથી અત્યંત પીડાવા લાગ્યા, તેથી તેણે એક દિવસ ઘણો ઉપાલંભ આપીને તેને સાળા સાથે માછલાં લેવા માટે મોકલ્યો. સુનંદે પાણીમાં જાળ નાખી, પરંતુ જાળમાં ફસાએલાં માછલાં જોઈને તેમને મૂકી દેતો હતો. તે જોઈને તેના સાળાએ કહ્યું કે, હે બનેવી ! તમે કોઈ મૂંડાની, વાક્ય રૂપી જાળમાં ફસાયા છો, તેથી તમારાં સ્ત્રી-પુત્રાદિકને દુઃખ રૂપી જાળમાંથી શી રીતે કાઢી શકશો? જાણ્યું તમારું દયાળુપણું!” વગેરે કહ્યા છતાં પણ તેણે તે દિવસે એકે માછલું પકડ્યું નહીં. તેવી જ રીતે બીજે દિવસે પણ એકે માછલું પકડ્યું નહીં અને કહેવા લાગ્યો કે હું શું કરું? કોઈ વખત મને મત્સ્ય પકડવાનો અભ્યાસ નથી. તે સાંભળીને તેના સ્વજનો તેને શીખવવા લાગ્યાં; પણ તેની નિર્મળ ધર્મની ભાવના ગઈ નહીં. ત્રીજે દિવસે તળાવ પર જઈને જાળ નાખી, તેમાં એક માછલાની પાંખ તુટી ગઈ તે જોઈને સુનંદ અત્યંત શોકાતુર થયો. તેણે સ્વજનોને કહ્યું કે, હું કોઈ વખત પણ આવું હિંસાનું કામ કરીશ નહીં* એમ કહી પ્રફુલ્લિત મનથી તેણે નિરવશેષ અનશનનું પચ્ચખાણ કર્યું. અર્થાત્ આહારનો ત્યાગ કર્યો. ત્યાંથી મરીને તે રાજગૃહનગરમાં મણિકાર શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. માતાપિતાએ તેનું દામન્નક નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે આઠ વર્ષનો થયો. એટલે મહામારીના ઉપદ્રવથી તેનું સર્વ કુટુંબ નાશ પામ્યું. તેથી ભયને લીધે ને પોતાના ઘરમાંથી નાસી ગયો. ફરતાં ફરતાં તે જ નગરમાં સાગરદત્ત નામના શ્રેષ્ઠીને ઘેર આવ્યો, ને નોકરી કરીને આજીવિકા કરવા લાગ્યો.
એક દિવસ કોઈ બે મનિ ગોચરી માટે તે શેઠને ઘેર આવ્યા. તેમાં મોટા સાધુ સામુદ્રિકશાસ્ત્રમાં નિપુણ હતા, તેણે દામન્નકને જોઈને બીજા મનિને કહ્યું કે આ