________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૩૩
લે તો હું તેનો ચેલો થઉં." આવી પ્રતિજ્ઞા ધારણ કરતો તે સર્વત્ર ફરતો હતો. તેવામાં તેણે વૃદ્ધવાદીસૂરીની કીર્તિ સાંભળી; તેથી તેના પર ઈર્ષા ધરતાં તેમને જીતવા માટે તેઓની સન્મુખ ચાલ્યો. ભરૂચ પાસેના ગ્રામે તેને વૃદ્ધવાદીસૂરી મળ્યા. પરસ્પર વાતચીત કરતાં સિદ્ધસેને વાદ કરવાની માગણી કરી. વૃદ્ધવાદીએ કહ્યું કે, વાદ કરવાની મારી ના નથી, પણ
અહીંયાં સાક્ષી અને ન્યાય તોલનાર કોણ છે? કોઈ નથી. તેથી આપણામાં જય પરાજયનો નિર્ણય કોણ કરશે? અભિમાનથી ઉદ્ધત થયેલા સિદ્ધસેને કહ્યું કે, આ વગડાના ગોપાળો (ગોવાળિયા) આપણા સાક્ષી છે. આપણે વાદ ચાલવા ઘો. વૃદ્ધવાદીએ કહ્યું કે, જ્યારે એમ જ છે ત્યારે પહેલાં પૂર્વ પક્ષ તમે જ ઉઠાવો." પછી સિદ્ધસેને તરત જ તર્કથી કઠોર વાક્યો વાળાં આડાઅવળાં કેટલાંક પદો ઉચ્ચાર્યા. તેથી ગોવાળિયાઓ કંટાળી ગયા અને બોલી ઊડ્યા કે, અરે ! આ તો અમથો બબડાટ કરે છે? કંઈ સમજવામાં તો આવતું નથી એ તો ફોકટ ભેંસોની પેઠે બરાડા પાડે છે. માટે ધિક્કાર છે એને." પછી વૃદ્ધવાદીના ભણી જોઈ ગોવાળિયા બોલ્યા, “અલ્યાભાઈ ડોહા, કાનને મઝા આવે એવું તું કંઈ જાણતો હોય તો બોલ ને? સાંભળીએ તો ખરા!" ત્યારે વૃદ્ધવાદીસૂરિ તાળીઓ વગાડતા અને નાચતા બોલ્યા કે,
નવી મારિયે નવિ ચોરિયે પરદાર ગમન નિવારિયે થોવું થોડં દાઈએ તો સગ્ય ટગ ટગ જાઈએ (૧) ઘઉં ગોરસ ગોરડી ગજ ગુણિયલ ને ગાન છ ગગ્ગા જો ઇહીં મળે તો સગ્ગહનું શું કામ. (ર) ચૂડો ચમરી ચૂનડી ચોળી ચરણો ચીર છ ચચ્ચે સોહે સદા
સતી તણું શરીર. (3) વૃદ્ધવાદીનું આવું રળિયામણું ગાયન સાંભળી ગોવાળો ઘણા રાજી થયા. અને બધા સાથે નાચવા તથા તાળીઓ પાડી ગાયનમાં સૂર પુરાવવા લાગ્યા, અને ગાયન થઈ રહ્યા પછી વગર પૂછે બધા બોલી ઊઠ્યા કે, “આ ગરવ વેસાએ આ જવાનિયાને જીત્યો જીત્યો જીત્યો," એમ કહી તાળીઓ પાડવા લાગ્યા. આથી સિદ્ધસેન તો ઝાંખો પડી ગયો. તેને વૃદ્ધવાદીએ કહ્યું કે, “ડરીશ નહીં આ પાસે ભરૂચ નગરમાં રાજસભા છે ત્યાં ઘણા પંડિતો