________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૩૫
ઉપર કૃપા કરો તો મારું રાજ્ય સ્થિર રહે.” ગુરુ મહારાજે “હા” કહી. યુદ્ધ થયું, તેમાં ગુરુના પસાયથી દેવપાળ જીત્યો અને રાજય સ્થિર થયું. રાજા જૈની થયો. ગુરુને રાજ્યમાન ઘણું મળ્યું. રાજાની પ્રાર્થનાથી બંદીજનોની સ્તવના કરાતાં પાલખીમાં બેસી ગુરુ દરબારમાં આવવા લાગ્યા; એટલું જ નહીં પણ આવા કારણથી તેઓ પ્રમાદમાં પડ્યા. આ વાત વૃદ્ધવાદીસૂરીના સાંભળવામાં આવી તેથી તેને બોધ આપવા તેઓ ત્યાં આવ્યા. દરબારમાં જતાં પાલખીમાં સિસેનને બેઠેલા જોઈ પાલખી ઉપાડતા એક ભોઈને ખસેડી તેને બદલે પોતે જ-એટલે વૃદ્ધવાદીએ પાલખીનો એક દંડ ઉપાડ્યો. પરંતુ પોતે વૃદ્ધ હોવાથી પાલખીની ચાલમાં ફેરફાર થઈ ગયો. પાલખી આંચકા ખાતી વાંકીચૂકી થવા લાગી,તેથી અંદર બેઠેલા સિદ્ધસેનસૂરી મદમાં આવી બોલી ઊઠ્યા કે :
ભુરિ ભાર ભરા ક્રંત: સ્કંધા : કિ તવ બાધિત.
એટલે કે ઘણો ભાર વધી જવાથી પીડીત થતો શું આ તારો સ્કંધ (ખભો) દુ:ખે
છે ?
સિદ્ધૃસેને "બાધતે" બોલવું જોઈએ ત્યાં બાધિત બોલ્યા તે વ્યાકરણ દોષ હોવાથી વૃદ્ધવાદી બોલ્યા કે,
તથા બાધતે સ્કંધો યથા બાધિત બાંધને.
એટલે કે "તેટલો ખભો દુ:ખતો નથી, કે જેટલું બાતિ પ્રયોગ સાંભળતાં મનમાં દુ:ખ થાય છે.”
ન
આ સાંભળી સિદ્ધસેનસૂરી મનમાં ઝંખવાયા, પણ વિચાર્યું કે મારા ગુરુ સિવાય મારી વાણીમાં આવું દૂષણ બતાવનાર કોઈ નથી. માટે આ શું મારા ગુરુ તો ન હોય ? એમ ધારી તરત જ પાલખીમાંથી ઊતરી પડી ગુરુને ઓળખી તેમને પગે પડ્યા; અને પોતાનો પ્રમાદ આળોવી શુદ્ધ થઈ રાજાને પૂછી ગુરુની સાથે વિચર્યા એટલે પહેલાંની પેઠે સંયમ બરાબર પાળવા લાગ્યા.
જ
કાળે કરી વૃદ્ધવાદીસૂરી સ્વર્ગે ગયા પછી એક વખત મર્ગીદયાણું વગેરે પ્રાકૃત પાઠ બોલતાં અન્ય દર્શનીઓ હાંસી કરતાં દેખી તે લજવાયા. બાલ્યાવસ્થાથી જ તેમને સંસ્કૃતનો અભ્યાસ હતો અને વળી કર્મદોષથી અભિમાનમાં આવી સિદ્ધિસેને નવકાર પદનું “નમોર્હત્સિાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:" એવું એક પદ સંસ્કૃતમાં બનાવી દીધું. પછી બધા સિદ્ધાંતો સંસ્કૃતમાં કરવા ઉમેદ રાખી ત્યારે સંધે મળી કહી દીધું કે :