________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | રર૧ કહ્યું કે, તમે જઈને વાંદો, ત્યાં તમારો મોટો ભાઈ જ છે, સિંહ નથી" એટલે તે સાધ્વી ફરીથી ત્યાં ગઈ, તે વખતે પૂળભદ્ર પોતાને જ સ્વરૂપે હતા, તેમને વંદના કરી. પછી તેમના ભાઈ શ્રીયકના સ્વર્ગગમનનું વૃત્તાંત કહીને તેમ જ પોતાનો સંશય ટાળીને તે સાધ્વીઓ પોતાને સ્થાને ગઈ. પછી ચૂળભદ્ર વાચના લેવા માટે ગુરુ પાસે ગયા. તે વખતે સૂરિએ વાચના આપી નહીં અને બોલ્યા કે, તું વાચનાને અયોગ્ય છે." અચાનક આવું વચન સાંભળીને શૂળભદ્ર પોતાના અપરાધ સંભારવા લાગ્યા. પછી તે બોલ્યા કે, “હે પૂજ્ય ગુર? મેં કોઈ પણ અપરાધ કર્યો જણાતો નથી, પણ આપ કહો તે ખરું." ગુરુ બોલ્યા કે, શું અપરાધ કરીને કબૂલ કરતો નથી? તેથી શું પાપ શાંત થઈ ગયું ?” પછી સ્થૂળભદ્ર સિંહનું રૂપ કરવા વડે શ્રુતની આશાતનાનું સ્મરણ કરીને ગુરુનાં ચરણ કમળમાં પડ્યા અને બોલ્યા કે, “ફરીથી આવું કામ નહીં કે, ક્ષમા કરો." સૂરી બોલ્યા કે, “તું યોગ્ય નથી." પછી સ્થૂળભદ્ર સર્વ સંધ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી, ગુરુ પાસે મોકલી ગુરુને મનાવવા લાગ્યા. કેમ કે, "મોટાનો કોપ મોટા જ શાંત કરી શકે." સૂરીએ સંઘને કહ્યું કે, “જેમ આ સ્થૂળભદ્ર હમણાં પોતાનું રૂપ બદલ્યું તેમ બીજા પણ કરશે. વળી હવે પછી મનુષ્યો મંદ સત્ત્વવાળા થશે." તો પણ સંઘે વધારે આગ્રહથી સ્થૂળભદ્રને ભણાવવા કહ્યું, ત્યારે ગુરુએ ઉપયોગ આપ્યો, તો જાણ્યું કે, “બાકીના પૂર્વનો મારાથી અભાવ નથી, માટે આ સ્થૂળભદ્રને બાકીના પૂર્વે ભણાવું." એમ વિચારીને ગુરુએ તારે બીજા કોઈને બાકીના પૂર્વે ભણાવવા નહીં એવો અભિગ્રહ કરાવીને સ્થૂળભદ્રને સૂત્રની વાચના આપી તેથી તે ચૌદ પૂર્વના ધારણ કરનારા છેલ્લા મુનિ થયા.
આર્ય સ્થૂળભદ્ર સ્વામી! મોહના ઘરમાં રહીને જેણે મોહવિજય મેળવ્યો તે મહર્ષિ ! જેના શીલવ્રતની સુરભિ સંસારને સુગંધિત કરતી રહેશે. જેમનું નામ શીલ સાધક આત્માઓ પ્રાત:કાળે પરત્માની જેમ સ્મરશે. એવા સર્વશ્રેષ્ઠ બ્રહ્મચર્યના સ્વામી સંતપુરુષ જેમનું નામ ચોરાસી ચો રસી ચોવીસી સુધી લોકો યાદ કરતા રહેશે. ધન્ય ધન્ય સ્થૂલભદ્ર!
| દાન એ લક્ષ્મીની પરમ શોભા છે. , કુમાર્ગની ગીની કરતાં સુમાર્ગની પાઈ વી.
નિદા છાનું અને ધીમું ઝેર છે.
ET'S Sી