________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D રર૭
| શ્રી મૃગાપુત્ર (લોઢિયા
૮૫.
શ્રી વિરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા મૃગ નામના ગામના ઉધાનમાં સમવસર્યા. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી એષણીય અનાદિ લઈ પાછા ફરતા ફરતા ગામમાં એક અંધ અને વૃદ્ધ કોઢીઆને જોયો. તેના મુખ ઉપર માખીઓ બણબણી રહી હતી, અને તે પગલે પગલે
અલિત થતો હતો. એવા દુઃખના ઘર રૂપ તેને જોઈને ગૌતમ સ્વામીએ (શ્રી ઇન્દ્રભૂતિ) પ્રભુની પાસે આવીને પૂછ્યું કે, હે ભગવન્! આજે મેં એક એવા મહા દુ:ખી પુરુષને જોયો છે કે, તેના જેવો વિશ્વમાં કોઈક જ દુ:ખી હશે !"
પ્રભુ બોલ્યા, હે ગૌતમ ! એને કાંઈ મોટું દુઃખ નથી. આજ ગામમાં વિજય રાજાની પત્ની મૃગાવતી નામે રાણી છે, તેનો પ્રથમ પુત્ર લોઢિયાના જેવી આકૃતિવાળો છે, તેના દુ:ખની આગળ આનું દુ:ખ કાંઈ જ નથી. એ મૃગાપુત્ર મુખ, નેત્ર અને નાસિકાદિકે રહિત છે. તેના દેહમાંથી દુર્ગધી રૂધિર અને પરૂ શ્રવ્યા કરે છે, તે જન્મ લીધા પછી સદા ભૂમિગૃહમાં જ રહે છે.” આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામી આશ્ચર્ય પામ્યા અને પ્રભુની આજ્ઞા લઈ કર્મના વિપાકની ભયંકરતાને જોવાની ઇચ્છાએ રાજાને ઘેર ગયા. રાજપત્ની મૃગાવતી ગણધર મહારાજને અચાનક આવેલા જોઈ બોલી, હે ભગવાન ! તમારું દુર્લભ આગમન અકસ્માત કેમ થયું છે ?" ગણધર ભગવંત બોલ્યા મૃગાવતી ! પ્રભુના વચનથી તારા પુત્રને જોવા માટે આવ્યો છું. રાણીએ તરત જ પોતાના સુંદર આકૃતિવાળા પુત્રો બતાવ્યા, એટલે ગણધર બોલ્યા હે રાજપત્ની ! આ સિવાય તારા જે પુત્રને ભૂમિગૃહમાં રાખ્યો છે તે બતાવ." મગાવતી બોલી કે, "ભગવાન ! મુખે વસ્ત્ર બાંધો અને ક્ષણ વાર રાહ જુઓ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું ને તેમાંથી કેટલીક દુર્ગધ નીકળી જાય તેમ કરું." પછી ક્ષણ વારે મૃગાવતી ગૌતમ સ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ. ગૌતમ સ્વામીએ નજીક જઈને મૃગાવતીના પુત્રને જોયો. તે પગના અંગૂઠા હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથ વગરનો હતો; જન્મથી નપુંસક, બધિર અને મૂગો હતો, દુસ્સહ વેદના ભોગવતો હતો, જન્મથી માંડીને શરીરની અંદરથી આઠ નાડીમાંથી અને બહારની આઠ નાડીમાંથી રુધિર તથા પરૂ આવ્યા કરતું હતું. જાણે મૂર્તિમાન પાપ હોય તેવા તે લોઢકાકૃતિ પુત્રને જોઈ ગણધર બહાર નીકળ્યા.