________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | રર૬
બુદ્ધિથી આપણને ઉપાડીને સુવર્ણદ્વીપે લઈ જશે, એટલે આપણે ચામડાને છેદી બહાર નીકળીને ત્યાંથી સુવર્ણ લાવીશું. ચારુદત્ત બોલ્યો કે, એ વાત ખરી પણ આપણા જીવનો વધ કેમ થાય ?" એટલામાં તો રુદ્રદત્તે શસ્ત્રનો ઘા કરીને એક ઘેટાને કાર નાખ્યો. પછી જેવો બીજાને મારવા જાય છે તેવો ચારદત્તે ઘેટાને નવકારમંત્ર સંભળાવ્યો ઘેટાએ અનશનવ્રત ગ્રહણ કર્યું. પછી બંને જણા તે ઘેટાના ચર્મની ધમણમાં પેઠા એટલે ભાડ પક્ષી તે ધમણ લઈને આકાશે ઊડ્યું. માર્ગમાં બીજું ભાખંડ પક્ષી મળવાથી તેની સાથે યુદ્ધ થતાં તેના મુખમાંથી ચારુદત્તવાળી ધમણ પડી ગઈ. ધમણ સહિ, ચારુદત્ત એક સરોવરમાં પડ્યો. તેમાંથી બહાર નીકળીને તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો. અનુકમે એક ચારણ મુનિ તેના જોવામાં આવ્યા. મુનિને નમીને તે પાસે બેઠો. મુનિ બોલ્યા : રે ભદ્ર ! આ અમાનુષ સ્થળમાં તું ક્યાંથી આવ્યો ?" તેણે પોતાનું સં" દુ:ખ જણાવ્યું, એટલે મુનિરાજે છઠું વ્રત વર્ણવી બતાવ્યું. કોઈ પણ દિશામાં અમુક યોજનથી આગળ જવું નહીં. આ વ્રત પાળવાથી તે તે દિશામાં ભાવિ અનેક પાપોથી બચી જવાય છે. ચારુદ પ્રીતિથી તે દિગ્વિરતિ વ્રત ગ્રહણ કર્યું. આ અરસામાં કો દેવે ત્યાં આવી પ્રથમ ચાદરને અને પછી મુનિને વંદના કરી તે સમયે કોઈ જ વિદ્યાધર તે મુનિને વાંદવા આવ્યા હતા. તેમણે પેલા દેવને પૂછ્યું કે, હે દેવ ! તમે સાધુને મૂકીને પ્રથમ આ ગૃહસ્થને કેમ નયા ?” દેવ બોલ્યા કે, "પૂર્વે પિપ્પલાદ નામ બ્રહ્મર્ષિ ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શાસ્ત્રો પ્રરૂપીને નરકે ગયા હતા. ને પિપ્પલાદ. ઋષિ નારકીમાંથી નીકળીને પાંચ ભવ સુધી બકરા થયા. તે પાંચે ભવમાં યજ્ઞમાં જ હોમાયા. છ ભવે પણ બકરો થયા, પરંતુ તે ભવમાં આ ચાદરે અનશન કરાવી નવકાર મંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયા. તે હું કેવ ઇ; અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને આ મારા ગુરુએ આપેલા નવકારમંત્રનો મહિમા કહેવા અને ઉપકારી ગુરુને વાંદવાને હું અહીં આવ્યો છું. પૂર્વના મારા પરના ઉપકારથી પ્રથમ તેને વંદન કરીને પછી સાધુને વંદના કરી છે." આ પ્રમાણેની હકીકત સાંભળીને ચાદરે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી અને અનેક પ્રકારની તપસ્યા કરીને તે સ્વગયો. "જેમ પૂર્વે ચાદરે દિવિરતિ વ્રત લીધેલું ન હોવાથી અનેક સ્થાને ભમી ભમીર દુઃખી થયો, તેમ જે પ્રાણી વ્રત ગ્રહણ નહીં કરે તે દુ:ખી થશે, તેથી ભવ્ય પ્રાણીઓ દિગ્વિરતિ વ્રત અવશ્ય ગ્રહણ કરવું.
નોંધ : દિગ્વિરતિ વ્રત એટલે નક્કી કરેલી સીમાથી બહાર ન જવું.