________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [] ૨૨૦
ગુરુ વગરેને વંદના કરીને, "હું મારા આત્માને નિંદુ છું” એમ કહીને તે મુનિ બોલ્ડ કે, “સર્વ સાધુઓમાં એક સ્થૂળભદ્ર જ અતિ દુષ્કર કાર્યને કરનારા છે, એમ ગુરુએ કહ્યું હતું તે યોગ્ય છે. પુષ્પફળના રસને (સ્વાદને), મદ્યના રસને, માંસના રસને અ સ્ત્રીવિલાસના રસને જાણીને જેઓ તેનાથી વિરક્ત થાય છે તે અતિ દુષ્કર કાર્યના કરનાર છે. તેને હું વંદના કરું છું. વળી સત્ત્વ વિનાનો હું ક્યાં અને ધીર બુદ્ધિવાળા સ્થૂળભ ક્યાં ! સરસવનો કણ ક્યાં અને હેમાદ્રિ પર્વત ક્યાં ? ખઘોત ક્યાં અને સૂર્ય ક્યાં ? અ પ્રમાણે કહીને તે મુનિ આલોચના લઈ દુષ્કર તપ કરવા લાગ્યા.
કોશા પોતાના સ્થૂળભદ્ર ગુરુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગી :
"જેણે સાડા બાર બ્રેડ સોનામહોરો મારા ઘરમાં આવીને મને આપી હતી તે જ સાધુ અવસ્થામાં પણ મારે ત્યાં આવીને મને બાર વ્રત આપ્યાં."
“સ્થૂળભદ્રે ધનનું દાન આપીને આ જન્મ પર્યંત અયાચક વૃત્તિનું મને સુખ આપ્યું, અને વ્રતનું દાન આપીને અનંત ભવનું સુખ મને આપ્યું, એટલે સર્વદા તે તો મને સુખ આપનારા જ થયા.
૨
પાટલીપુત્રમાં દુષ્કાળ પ્રવર્તતો હતો તેથી સંધે સ્થૂળભદ્ર વગેરે પાંચસો સાધુને નેપાલ દેશમાં શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યા. તેમને સૂરી ભણાવવા લાગ્યા. તેમાં સ્થૂળભદ્ર વિના બીજા સર્વ સાધુઓ સાત-સાત વાચનાથી ભણવામાં પહોંચી ન વળવાના કારણે પોતપોતાના સ્થાને આવતા રહ્યા. સ્થૂળભદ્રમુનિ મહાબુદ્ધિમાન હતા, તે એક્લા સરી પાસે રહ્યા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂર્વનો અભ્યાસ કર્યો. એકા અલ્પ વાચનાથી ઉડ્રેગ પામેલા જોઈને સૂરી બોલ્યા કે, "હે વત્સ ! મારું ધ્યાન પૂર્ણ થવા આવ્યું છે, ત્યાર પછી તને તારી ઇચ્છા મુજબ વાચના આપીશ” સ્થૂળભદ્રે પૂછ્યું કે, "હે સ્વામી ! હવે મારે કેટલું ભણવું બાકી છે ?” ગુરુએ જવાબ આપ્યો કે, "બિંદુ જેટલું તું ભણ્યો છે અને સમુદ્ર જેટલું બાકી છે.” પછી સૂરીનું મહાપ્રાણાયામ ધ્યાન પૂર્ણ થતાં સ્થૂળભદ્ર દશ પૂર્વ સુધી ગુરુજી પાસે ભણ્યા. તેવામાં સ્થૂળભદ્રની બહેનો યક્ષા વગેરે સાધ્વીઓ તેમને વંદન કરવા માટે આવી. પ્રથમ સૂરીને વાંદીને તેઓએ પૂછ્યું કે, "હે પ્રભુ ! સ્થૂળભદ્ર ક્યાં છે ?" સૂરીએ કહ્યું કે, "નાના દેવકુળમાં છે.” એમ સાંભળીને સાધ્વીઓ તે તરફ ચાલી. તેમને આવતી જોઈને સ્થૂળભદ્રે આશ્ચર્ય દેખાડવા માટે પોતાનું રૂપ ફેરવીને સિંહનું રૂપ ધારણ કર્યું. તે સાધ્વીઓ સિંહને જોઈને ભય પામી અને સૂરી પાસે આવીને તે વાત કરી. સૂરીએ ઉપયોગથી તે હકીક્ત જાણીને