________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૧૮
નથી.” એમ વિચારીને તે બોલી કે, હે મુનિરાજ ! મેં અજ્ઞાનતાને લીધે આપની સાથે પૂર્વે કરેલી કીડાને લોભથી આજે પણ કિડની ઇચ્છા વડે આપને ક્ષોભ પમાડવા માટે અનેક ઉપાયો કર્યા છે. હવે તે મારો અપરાધ ક્ષમા કરો." પછી મુનિએ તેને યોગ્ય જાણીને શ્રાવક ધર્મનો ઉપદેશ કર્યો, તે પણ પ્રતિબોધ પામીને શ્રાવિકા થઈ અને નંદરાજાએ મોકલેલા પુરુષ વિના બીજા સર્વ મારે બંધુ સમાન છે, એવો અભિગ્રહ લીધો."
હવે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે પેલા ત્રણે સાધુઓ પોતપોતાના અભિગ્રહનું યથાવિધિ પ્રતિપાલન કરીને ગુરુ પાસે આવ્યા. તેમાં પ્રથમ સિંહની ગુફા પાસે રહેનાર સાધુને આવતા જોઈને ગુરુ કાંઈક ઊઠીને બોલ્યા કે, “હે વત્સ ! દુષ્કર કાર્ય કરનાર ! તું ભલે આવ્યો, તને શાતા છે ?" એ જ પ્રમાણે બીજા બે સાધુઓ આવ્યા, ત્યારે તેમને પણ તે જ રીતે ગુરુએ મીઠો આવકાર આપ્યો. પછી સ્થૂળભદ્રને આવતા જોઈને ગુરુ ઊભા થઈને બોલ્યા કે, “હે મહાત્મા ! દેહ દુષ્કર-દુષ્કર કાર્યને કરનારા તું ભલે આવ્યો." તે સાંભળી પેલા ત્રણે સાધુઓમાંથી સિંહગુફાવાસી મુનિએ ઈર્ષાથી વિચાર્યું કે, “આ સ્થૂળભદ્ર મંત્રીનો પુત્ર હોવાથી જ તેમને ગુરુ અમારા કરતાં વધારે બહુમાનથી બોલાવે છે, ચિત્રશાળામાં રહેલાં, ષટસ ભોજનનો આહાર કરનારા અને સ્ત્રીના સંગમાં વસેલા આ સ્થૂળભદ્રને ગુરુએ દુષ્કર-દુષ્કર કાર્ય કરનારો કહ્યો. તો હવે આપણે પણ આવતા ચાતુર્માસમાં તેવો જ અભિગ્રહ કરશું." એમ વિચારીને મહાકષ્ટ આઠ માસ વ્યતીત ક્ય. પછી વર્ષાકાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી અભિમાની સાધુએ સૂરીને કહ્યું કે "આ ચાતુર્માસ હું છૂળભદ્રની જેમ કોશાના ઘરમાં રહીશ." ગુરુએ વિચાર્યું કે, જરૂર આ સાધુ સ્થૂળભદ્રની ઈર્ષા અને સ્પર્ધાથી આવો અભિગ્રહ કરે છે." પછી ગુરુએ ઉપયોગ આપીને તેને કહ્યું કે, હે વત્સ ! એ અભિગ્રહ તું ન લે, તે અભિગ્રહનું પાલન કરવામાં તે સ્થૂળભદ્ર એક જ સમર્થ છે, બીજો કોઈ સમર્થ નથી. કારણ કે "કદાચ સ્વયંભૂ રમણ સાગર પણ સુખેથી કરી શકાય, પણ આ અભિગ્રહ ધારણ કરવો તે તો દુષ્કરથી પણ દુષ્કર છે."
આ પ્રમાણે ગુરુએ કહેલાં વચનની અવગણના કરીને તે વીમાની સાધુ કોશાને ઘેર ગયા. કોશાએ તેમને જોઈને વિચાર્યું કે જરૂર આ સાધુ મારા ધર્મગુરુની સ્પર્ધાથી જ અહીં આવ્યા જણાય છે. એમ વિચારીને તેણે તે મુનિની અવજ્ઞા કરી. મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી, તે તેણે આપી. પછી કામદેવને ઉદ્દીપન કરનાર ષટસ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું. મુનિએ તેનો આહાર કર્યો. બે-ચાર દિવસ