________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] રરર
શ્રી ક્ષુલ્લકકુમાર
(બહોત ગઈ થોડી રહી)
સાકેત નામના નગરમાં પુંડરિક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને નાનો ભાઈ કંડરીક યુવરાજસ્થાને હતો. કંડરીકને યશોભદ્રા નામની અતિ રૂપવંત સ્ત્રી હતી. તે સ્ત્રી જોઈને પુંડરીક રાજા કામરાગમાં મગ્ન થયો, તેથી તેણે દાસી દ્વારા પોતાની ઇચ્છા જણાવી. યશોભદ્રાએ જવાબમાં કહેવરાવ્યું કે, "હે પૂજ્ય ! તમે સમગ્ર પ્રજાના સ્વામી છો, તેથી નીતિપંથનો ત્યાગ કરવો આપને ઉચિત નથી.” આ પ્રમાણેનું યશોભદ્રાનું વચન દાસીએ રાજાને કહ્યું, એટલે રાજાએ ફરીથી કહેવરાવ્યું કે, "હે સ્ત્રી!સ્ત્રીઓને "ના" કહેવાનો સ્વભાવ જ હોય છે, પરંતુ હે કૃશાંગી ! મશ્કરી મૂકીને મને પતિ તરીકે અંગીકાર કર." યશોભદ્રાએ કહ્યું કે, - "કુળ તથા ધર્મની મર્યાદા હું મૂકીશ નહીં, તું આવાં દુષ્ટ વચનો બોલતાં કેમ લા પામતો નથી ?" તે સાંભળી રાજાએ વિચાર્યું કે, “જ્યાં સુધી મારો ભાઈ કંડરીક જીવે છે ત્યાં સુધી આ મને ચાહશે નહીં, માટે તેને મારી નાખું.” એમ ધારીને કપટથી તેણે પોતાના નાના ભાઈને મારી નાખ્યો.
૮૩.
વિધવા થયા પછી યશોભદ્રાએ વિચાર કર્યો કે, "જે દુષ્ટે પોતાના ભાઈની હત્યા કરી તે અવશ્ય મારા શીલનો પણ ભંગ કરશે, માટે મારે પરદેશ જવું યોગ્ય છે.” એમ ધારીને ગર્ભવતી એવી તે યશોભદ્રા ગુપ્ત રીતે ત્યાંથી નાસી ગઈ; અને “શીલનું રક્ષણ કરવામાં દીક્ષા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી." એમ માનીને તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યો. તે જોઈને સર્વે સાધ્વી વગેરેએ તેને પૂછ્યું, ત્યારે તેણે સર્વ સત્ય વૃત્તાંત કહી બતાવ્યું. પછી શ્રાવકોએ શાસનની હેલના ન થાય તેવી રીતે તેને રાખી. સમય પૂર્ણ થતાં તેને પુત્રનો જન્મ થયો, તે શ્રાવકોના ઘરે વૃદ્ધિ પામવા લાગ્યો. શ્રાવકોએ તેનું લાલનપાલન કર્યું અને તેનું ક્ષુલ્લકુમાર નામ રાખ્યું. તે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે તેને દીક્ષા આપી; પરંતુ ગારિત્રાવરણ મોહનો ઉદય થવાથી તેના ચિત્તમાં વિષયવાસના ઉત્પન્ન થઈ; એટલે તેણે પોતાની સાધ્વી માતાને કહ્યું કે, “હે માતા ! વિષયનું સુખ અનુભવીને પછી હું ફરીથી વ્રત ગ્રહણ કરીશ." તેની માતાએ કહ્યું કે, “હે પુત્ર! આવું સંયમનું સુખ તજીને તુચ્છ વિષયમાં કેમ આસક્તિ કરે છે ? જો તારે સંયમની ઇચ્છા ન હોય, તો મારા વચનથી બાર વર્ષ સુધી મારી પાસે રહીને જિનેશ્વરની વાણી સાંભળ." આ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળીને