________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D રર૩
તે તેટલો વખત રહ્યો, અને પોતાની સાધ્વી માતા પાસે હંમેશાં વૈરાગ્યમય વાણી સાંભળવા લાગ્યો, પરંતુ તેના મનમાં લેશ પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો નહીં
બાર વર્ષ પૂરાં થતાં તેની માતાની પાસે રજા માગી, ત્યારે તેણે કહ્યું કે, “હે પુત્ર! તું મારી ગુણી પાસે જઈને રજા લે ત્યારે તેણે મોટી સાધ્વી પાસે જઈને રજા માગી. સાધ્વીએ કહ્યું કે, "અમારી પાસે રહીને બાર વર્ષ સુધી દેશના સાંભળ." તેણે તે પણ કબૂલ કર્યું, અને તેમની પાસે રહીને અનેક સૂત્રના અર્થો સાંભળ્યા, પણ કાંઈ પ્રતિબોધ પામ્યો નહીં. અવધિ પૂરો થતાં તેણે તેમની પાસે રજા માગી કે, તમારા આગ્રહથી ઘણું કષ્ટ સહન કરીને પણ રહ્યો છું, માટે હવે હું જઈશ.” સાંભળી તેમણે કહ્યું કે, આપણા ઉપાધ્યાયજી ગુરુ છે, તેમની રજા લઈને પછી જા." ત્યારે તેણે ઉપાધ્યાયની પાસે જઈને રજા માગી. ઉપાધ્યાયે કહ્યું કે, બાર વર્ષ સુધી અમારી પાસે રહીને દેશના સાંભળ” તેણે તે પણ કબૂલ કર્યું, પરંતુ બોધ લાગ્યો નહીં. અવધિ પૂરી થતાં ઉપાધ્યાયની રજા માગી. ત્યારે તેણે કહ્યું કે, "ગચ્છના અધિપતિ સૂરી પાસે જઈને તારી ઇચ્છા કહે." તેણે તેમ કર્યું. આચાર્યે પણ પોતાની પાસે બાર વર્ષ સુધી રહેવાનું કહ્યું. એટલે તે તેટલો વખત રહીને અનેક પ્રકારની દેશના સાંભળવા લાગ્યો. આ પ્રમાણે માતા વગેરેના આગ્રહથી અડતાલીસ વર્ષ પર્યત દીક્ષાનું પાલન કર્યું તો પણ વિષયથી તેનું ચિત્ત પરાક્ષુખ થયું નહીં. પછી અવધિ પૂર્ણ થતાં તેણે સૂરીને કહ્યું કે, હું સ્વામી ! હું જાઉં છું." તે સાંભળીને સાવધ કર્મ હોવાથી સૂરી તો મૌન જ રહ્યા. ત્યારે તે પોતાની મેળે ત્યાંથી ચાલ્યો. જતી વખતે તેની માતાએ પૂર્વ અવસ્થામાં (ગૃહસ્થીપણામાં) આણેલું રત્નકંબલ તથા મુદ્રા (વીંટી) તેને આપીને લઈને અને સંયમનાં સર્વ ચિહ્ન તજીને તે અનુક્રમે સાકેતપુરની રાજ્યસભામાં સંધ્યાકાળે પહોંચ્યો. ત્યાં કોઈ નર્તકીનૃત્ય કરતી હતી તે નૃત્ય જોવામાં વ્યગ્ર ચિત્તવાળા સર્વે સભાસદો તેને વારંવાર ધન્યવાદ આપતા હતા, અને તે નર્તકીની પ્રશંસા કરતા હતા. સુલ્લક પણ તે જોઈને તેમાં તલ્લીન થઈ ગયો. રાત ઘણી વીતી ગઈ, તેવામાં નર્તકી ઘણા વખતથી નાચ કરવાને લીધે થાકી ગયેલી હોવાથી તેનાં નેત્ર નિદ્રાથી પુર્ણાયમાન થયાં.તે જોઈને તેની અક્કાએ સંગીતના આલાપમાં તેને કહ્યું સહેગાઈએ સુવા સુનિશ્ચિએ સામે સુંદરી
અણુ પાલિય દીકરાઈ ઉસુમિણે તેમાં પ્રમાયએ.
ભાવાર્થ: હે સુંદરી! તેં બહુ સારું ગાયન કર્યું, ઘણું સારું વગાડ્યું, અને સારી રીતે નૃત્ય કર્યું એવી રીતે ઘણી રાત્રી વ્યતીત થવા દઈને હવે થોડા માટે પ્રમાદ ન કર."
આ પ્રમાણે અક્કાનું ગાયન સાંભળીને નર્તકી ફરીથી સાવધાન થઈ.
અહીં લુલ્લકકુમાર તે ગાથા સાંભળી બોધ પામ્યો. તેથી તેણે તે નર્તકીને પોતાની રત્નકંબલનું ઇનામ આપ્યું, એટલે રાજપુત્રે મણિજડિત કુંડલ આપ્યાં. મંત્રીએ મુદ્રારત્ન આપ્યું. લાંબા વખતથી પતિના વિરહવાળી કોઈ સાર્થવાહની સ્ત્રીએ પોતાનો હાર આપ્યો.