________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૮૫
પેથડ શાહ
૭૪.
કાંકરેજની નજીકના એક ગામમાં પેથડ નામે એક ઓસવાળ જાતીનો ભલો વણિક રહેતો હતો. તેને પદ્મિની નામે પત્ની હતી. તેમને ડંકાણ નામે એક પુત્ર હતો. તે બાળક દરિદ્ર અવસ્થાને લીધે દુ:ખી થતો હતો. એવામાં ધર્મઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. તેમની પાસે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત અંગીકાર કરતાં પેથડે એક હજાર દ્રવ્ય ઉપરાંત વધારે દ્રવ્ય મારે રાખવું નહીં એમ કહ્યું, એટલે આચાર્ય મહારાજે કહ્યું કે, જ્ઞાન અને ચેષ્ટા વડે તમારું ભાગ્ય બહુ મોટું છે એમ જણાય છે, માટે શ્રાવક એટલા જ દ્રવ્યથી તમારું શું થશે?" પેથડ બોલ્યો : “ભગવદ્ ! હમણાં તો મારી પાસે કાંઈ પણ દ્રવ્ય નથી, પણ કદી આપના કહેવા પ્રમાણે આગળ મળે તો મારે પાંચ લાખ ઉપરાંતનું દ્રવ્ય ધર્મ માર્ગે ખર્ચી નાખવું” તેની દ્વતા જોઈ ગુરુએ તેને તે પ્રમાણે પચ્ચખાણ કરાવ્યું. ત્યાર પછી દરિદ્રાવસ્થાનું દુઃખ વૃદ્ધિ પામતાં પુત્રને સુંડલામાં મૂકી માથે ઉપાડીને તે માળવા તરફ ચાલ્યો.
અનુક્રમે તે દેશના મુખ્ય ગામમાં પેસતાં આ સર્પને ઊતરતો તેણે જોયો, એટલે તે અટકીને ત્યાં ઊભો રહ્યો. તેવામાં એક શુકન વેત્તા ત્યાં આવી ચડ્યો. તેણે પેથડને પૂછ્યું કે. કેમ ઊભો રહ્યો?' તેણે સર્પને આડો ઊતરતો બતાવ્યો. શુકનજ્ઞાતાએ સર્પ તરફ ઈષ્ટિ કરીને જોયું તો તેના મસ્તક ઉપર કાલી દેવી (ચકલી) બેઠેલી જોઈ, તેથી તત્કાળ તે બોલ્યો કે, “જો તું અટક્યા વગર ચાલ્યો ગયો હોત તો તને માળવાનું રાજ્ય મળત, તથાપિ આ શુકનને માન આપી હજુ અંદર પ્રવેશ કર. આ શુકન વડે તું મહા ધનવાન થઈશ." શુકનશાસ્ત્રમાં કહ્યું છે કે, “જો ગામેથી નીકળતાં ડાબો સ્વર થાય, સર્પ જમણો થાય અને ડાબી તરફ શિયાળ બોલે તો સ્ત્રી સ્વામીને કહે છે કે, સ્વામીનાથ ! સાથે કાંઈ ભાતું લેશો નહીં, આ શુકન જ ભાતું આપશે."
પોતાને થયેલા શુકનનું આવું ફળ જાણી, પેથડ ગામમાં દાખલ થયો. ત્યાં ગોગા રાણાના મંત્રીને ઘેર સેવક થઈને રહ્યો. એકદા રાજાએ ઘણા અશ્વો વેચાતા લીધા. તેનું ધન આપવાને મંત્રીને કહ્યું એટલે મંત્રીએ કહ્યું કે, મારી પાસે ધન નથી. રાજાએ કહ્યું કેમ! ધન ક્યાં ગયું. નામું બતાવો. મંત્રી દિમૂઢ થઈ ગયો, તેથી કાંઈ બોલી શક્યો નહીં તત્કાળ રાજાએ તેને પહેરામાં બેસાડ્યો. આ ખબર મંત્રીની સ્ત્રીને થતાં તેણીએ તે વૃત્તાંત પેથડને જણાવ્યો. પેથડ રાજાની પાસે આવ્યો અને બોલ્યો કે, સ્વામી ! મંત્રીને જમવા મોકલો.' રાજાએ કહ્યું કે, 'નામું આપ્યા વગર મોકલીશ નહીં. પેથડે કહ્યું કે, 'સ્વામી! એક વર્ષનો